ગુજરાત

gujarat

વાંસ ફર્નીચર પ્રોજેક્ટઃ નવસારીમાં 2 હજારથી વધુ આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ

By

Published : Oct 3, 2019, 7:56 PM IST

નવસારીઃ જીવન જરૂરિયાતોમાંથી શ્વાસ માટે ઓક્સિજન કુદરતના ખોળે આવેલા વૃક્ષો પુરૂં પાડે છે. નવસારીના આદિવાસી પંથક વાંસદામાં ઉગતા વાંસ ભરપુર ઓક્સિજન આપે છે. જો કે, ઓક્સિજનની સાથે વાંસ હવે સ્થળાંતર કરતા આદિવાસી કુટુંબો માટે રોજગારીનું સાધન બન્યા છે. અત્યાર સુધીમાં બાંધકામ માટે વાંસનો ઉપયોગ વધુ કરવામાં આવતો, પરંતુ આદિવાસીઓના ઉત્થાન માટે 2009માં શરૂ કરાયેલો વાંસના ફર્નિચરનો પ્રોજકેટ આજે 2 હજારથી વધુ આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ બન્યો છે.

વાંસના ફર્નીચરનો પ્રોજેક્ટ આજે 2 હજારથી વધુ આદિવાસીઓ માટે આશિર્વાદરૂપ

નવસારીનો છેવાડાનો ભાગ એટલે વાંસદા. વાંસના વૃક્ષોથી ઘેરાયેલા આ પંથકને કારણે જ તેનું નામ વાંસદા પડ્યું છે. અહીંના આદિવાસીઓ આ વાંસમાંથી અવનવી વસ્તુઓનું સર્જન કરે છે. તેમની આ કળાને નિખારવા અને આર્થિક વેગ આપવા માટે રાજ્ય તેમજ ભારત સરકારે આગળ આવીને આદિવાસીઓની આ કળાને એક નવો ઓપ આપ્યો છે. વાંસની 426 જાતિમાંથી મહારાષ્ટ્ર, આસામ, મધ્યપ્રદેશ અને ગુજરાતના વાંસ વધુ ઉપયોગી છે. આ વાંસમાંથી સોફા, બેડ, ટીપોઇ અને કબાટ બનાવીને નવો લુક આપે છે.

વાંસના ફર્નીચરનો પ્રોજેક્ટ આજે 2 હજારથી વધુ આદિવાસીઓ માટે આશિર્વાદરૂપ

મહત્વનું છે કે, સાગના ફર્નિચર કરતા પણ વાંસનું ફર્નિચર ટિકાઉ અને સુંદરતા પણ અલગ છાપ છોડે છે. તેટલું જ નહીં વાંસના ફર્નિચરની નવસારી સહિત ગુજરાત અને ભારતભરમાં માગ વધી છે. વાંસદા આદિમ સમાજના લોકોને પલાયન કરતા અટકાવી વાંસના આ ઉદ્યોગે તેમનું જીવન સ્તર સુધાર્યું છે.

Intro:સ્ટોરી એપ્રુવ
એસાઇન્મેન્ટ
કુદરતના ખોળે જીવન માટેની મુખ્ય ત્રણ જરૂરિયાતોમાંથી શ્વાસ માટે ઓક્સિજન વૃક્ષોમાંથી મળે છે. નવસારીના આદિવાસી પંથક વાંસદામાં ઉગતા વાંસ ભરપુર ઓક્સિજન આપે છે, જોકે ઓક્સિજનની સાથે વાંસ હવે સ્થાનાંતર કરતા
આદિવાસી કુટુંબો માટે રોજગારીનુ સાધન બન્યા છે. અત્યાર સુધી બાંધકામ ઉદ્યોગમાં વાંસનો ઉપયોગ વધુ રહેતો હતો, પરંતુ આદિવાસીઓના ઉત્થાન માટે
2009 માં શરૂ કરાયેલો વાંસના ફર્નીચરનો પ્રોજેક્ટ આજે 2 હજારથી વધુ આદિવાસીઓ માટે આશિર્વાદ રૂપ બન્યો છે. સાથે જ વાંસના ફર્નિચરનુ આકર્ષણ વધતા વાંસના ફર્નિચરની માંગ પણ વધી છે

નવસારી જિલ્લાનો છેવાડાનો તાલુકો વાંસદા, વાંસના વૃક્ષોથી ઘેરાયેલા આ પંથકને કારણે જ તેનુ નામ વાંસદા પડ્યુ. અહીંના આદિવાસીઓ
વાંસમાંથી અવનવી વસ્તુઓ બનાવવામાં પાવરધા હતા. જેમની આ કળાને નિખારવાના રાજ્ય તેમજ ભારત સરકારે આગળ આવી આદિવાસીઓના હુન્નરને એક નવો ઓપ આપ્યો છે. રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2010 માં કરાયેલા એમઓયુને કારણે શેરડી અથવા રસ્તાના નિર્માણમાં મજૂરીએ જતા વાંસદાના આદિવાસીઓ આજે મજૂર બનીને કારીગર બન્યા છે. વાંસના ફર્નિચર બનાવવાની 2000 થી વધુ આદિવાસીઓ તાલિમ લઇ આજે
પોતાના પગ પર ઉભા થયા છે. જેથી આદિવાસી સમાજના આ લોકો આજે મજૂર મટીને નિષ્ણાંત કારીગર બન્યા છે. સાથે જ વાંસદાથી તેમનુ પલાયન અટક્યુ છે અને જેના કારણે તેમના બાળકો શિક્ષણ મેળવતા થયા છે.




Body:સાગના ફર્નિચર કરતા પણ ટિકાઉ ગણાતા અને સુંદરતા પણ અલગ છાપ છોડતા
વાંસના ફર્નિચરની આજે નવસારી સહિત ગુજરાત અને ભારતભરમાં માંગ વધી છે.વાંસની 426 જાતિ માંથી મહારાષ્ટ્ર, આસામ, મધ્યપ્રદેશ અને ગુજરાતના વાંસ વધુ ઉપયોગી છે અને એમાં પણ આસામ અને મહારાષ્ટ્રના રત્નાગીરીના વાંસ ગુણવત્તામાં સારા હોવાથી ફર્નિચરમાં વધુ ઉપયોગ થઈ રહ્યા છે. સોફા, બેડ, ટીપોઈ અને કબાટ બનાવીને નવો લુક આપવામાં આવે છે. જ્યારે હોટલ અનેરેસ્ટોરંટોમાં પણ વાંસની ડિમાંડ વધી છે. જેમાં ગેઝીબો, ઝુપડી સહિત વોલ પણ બનાવામાં આવે છે. જેના કારણે વાંસના ફર્નિચરનો ઉદ્યોગ આજે વર્ષે દાડે 1 કરોડથી વધુનુ ટર્નઓવર કરતો થયો છે
Conclusion:

અહિં એ મહત્વનુ છે કે વાંસના વૃક્ષોને કાપયા બાદ પણ એટ્લા જ વૃક્ષો ઉગી નિકળે છે જે તેનુ જમા પાસુ ગણી શકાય. સીબાર્ટ દ્વારા વાંસની
ટ્રીટમેંટ કરીને ફર્નિચર બનાવાતુ હોવાથી ચોમાસામાં પણ ફર્નિચર બગડતુ નથી. વાંસદાઆ આદિમ સમાજના લોકોને પલાયન કરતા અટકાવી વાંસના આ ઉદ્યોગે એમનુ જીવન સ્તર સુધાર્યુ છે. જ્યારે આદિવાસીઓ દ્વારા નિર્મીત વાંસની ફર્નિચર
મોટા શહેરોમાં યુનિક પીસ કહેવાય છે અને લોકો પોતાના ઘરને સજાવવા એને ખરીદી પણ રહ્યા છે.

બાઇટ 1: બાઈટ : મહેશ કુર્મી, મેનેજર, સીબાર્ટ વાંસ ઉદ્યોગ, વાંસદા, નવસારી
બાઈટ 2:રવલીબેન ચવધરી, (આદિમ આદિવાસી, વાંસદા)
બાઈટ 3:લલિતસિંગ સાધુ (નાયબ ,કલેક્ટર )

ભાવિન પટેલ
નવસારી

ABOUT THE AUTHOR

...view details