ગુજરાત

gujarat

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.78 મીટર, ઇન્દિરા સાગર ડેમમાંથી પણ પાણીની આવક શરૂ

By

Published : Nov 28, 2019, 12:39 PM IST

નર્મદાઃ સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હજુ પણ 137.78 મીટર પર છે અને ઉપરવાસમાં મધ્યપ્રદેશના ઇન્દિરા સાગર ડેમમાંથી પાણીની આવક શરૂ છે. હાલ ડેમમાં 5400 મિલિયન ક્યુબીક મીટર પાણી સંગ્રહીત છે.

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.78 મીટર: ઇન્દિરાસાગર ડેમમાંથી પાણીની આવક ચાલુ
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.78 મીટર: ઇન્દિરાસાગર ડેમમાંથી પાણીની આવક ચાલુ

આગામી વર્ષમાં પાણીની તંગી રાજ્યમાં નહિ પડે અને રાજ્યમાં ખેડૂતોને સિંચાઈ સાથે પીવાનું પાણી પૂરતું મળી રહેશે. ગત વર્ષે સરદાર સરોવરમાં પાણીની આવક ઘટી ગઈ હતી. સપાટી નીચે 110 મીટરથી નીચે ઉતરી જતા પાણીની કટોકટી સર્જાય અને પીવાના પાણી માટે પણ રાજ્યના લોકોએ વલખા મારવા ન પડે એ માટે રાજ્ય સરકારે 15મી માર્ચ પહેલા જ ખેડૂતોને સિંચાઈનું પાણી આપવાનું જાહેર કર્યું હતું.

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી 137.78 મીટર: ઇન્દિરાસાગર ડેમમાંથી પાણીની આવક ચાલુ

ત્યારે આ વર્ષે સારા વરસાદને લઈને નર્મદા બંધ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી અને હવે 137.78 મીટરની સપાટી છે. 5400 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો આખા વર્ષ માટે પૂરતો છે. સાથે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશને પણ વીજળી પૂરતા પ્રમાણમાં મળશે. સરદાર સરોવર અને નર્મદા નદી પરના અન્ય ડેમો સારા વરસાદને કારણે ભરાયેલા છે. જેથી નર્મદા બંધના ઉપરવાસ માંથી પાણી આવતું રહેશે, સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા 10 લાખથી 10.50 લાખ હેકટર જમીનમાં સિંચાઈનું આયોજન કરાયું છે. જે કેનાલો દ્વારા આપવામાં આવશે આ સાથે વિજ ઉત્પાદન 14 મિલિયન યુનિટ વીજળીનું પ્રતિદિન ઉત્પાદન થઇ રહ્યું છે. ત્યારે રોજની 3 કરોડની વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.

Intro:AAPROAL BAY-DAY PLAN

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી હજુ પણ 137.78 મીટર પર છે. અને ઉપરવાસ મધ્યપ્રદેશ ના ઇન્દિરા સાગર ડેમમાંથી પાણીની આવક આવી રહી છે. હાલ ડેમમાં 5400 મિલિયન ક્યુબીક મીટર પાણી સંગ્રહીત. છે એટલે આગામી વર્ષ માં પાણીની તંગી રાજ્ય માં નહિ પડે અને રાજ્યમાં ખેડૂતો ને સિંચાઈ સાથે પીવાનું પાણી પૂરતું મળી રહેશે।
ગત વર્ષે સરદાર સરોવર માં પાણી ની આવક ઘટી ગઈ હતીBody:અને સપાટી નીચે 110 મીટર થી નીચે ઉતરી જતા પાણીની કટોકટી સર્જાય અને પીવાના પાણી માટે પણ રાજ્યના લોકોએ વલખા મારવા ના પડે એ માટે રાજ્ય સરકારે 15મી માર્ચ પહેલાજ ખેડૂતોને સિંચાઈ નું પાણી નહિ આપવાનું જાહેર કર્યું હતું, ત્યારે આ વર્ષે સારા વરસાદ ને લઈને નર્મદા બંધ પોતાની મહત્તમ સપાટી 138.68 મીટર પર પહોંચી અને આજે પણ 137.78 મીટરની સપાટી છે, 5400 મિલિયન ક્યુબિક મીટર પાણી નો સંગ્રહિત જથ્થો આખા વર્ષ માટે નિરાંત કરાવી દીધી છે.Conclusion:સાથે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ ને પણ વીજળી પૂરતા પ્રમાણ માં મળશે। સરદાર સરોવર અને નર્મદા નદી પરના અન્ય ડેમો સારા વરસાદને કારણે ભરાયેલા છે. જેથી નર્મદા બંધના ઉપરવાસ માંથી પાણી આવતું રહેશે, સરદાર સરોવર નર્મદા નિગમ દ્રારા 10 લાખથી 10.50 લાખ હેકટર જમીનમાં સિંચાઈનું આયોજન કરાયું છે જે કેનાલો દ્વારા આપવામાં આવશે। આ સાથે વિજઉત્પાદન 14 મિલિયન યુનિટ વીજળીનું પ્રતિદિન ઉત્પાદન થઇ રહ્યું છે ત્યારે રોજની 3 કરોડ ₹ ની વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું છે.
નર્મદા બંધ ઇતિહાસ માં પ્રથમ વાર ઐતિહાસિક સપાટીએ પહોંચી છે જે ખુબ સારી બાબત છે અને આ સારી પાણીની અવાક ને લઇ ને આગામી વર્ષ માં 10 લાખ હેક્ટર થી વધુ જમીનો ને સિંચાઈ નો લાભ મળશે। આ સાથે રોજિંદુ બંને પાવર સ્ટેશનો માંથી અઢી થી ત્રણ કરોડ રૂપિયાની વીજળી ઉત્પાદન થઇ રહી છે

બાઈટ -01 પી સી વ્યાસ (મુખ્ય ઈજનેર SSNL )

ABOUT THE AUTHOR

...view details