ગુજરાત

gujarat

હું અહીં એકતાનગરમાં છું પણ મન મોરબીમાં છેઃ વડાપ્રધાન મોદી

By

Published : Oct 31, 2022, 11:36 AM IST

મોરબીના ઈતિહાસમાં મચ્છુ હોનારત બાદ બ્રીજ તૂટી જવાની (bridge collapse Accident Morbi) બીજી મોટી ઘટના સામે આવી છે. જેમાં અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ કેવડિયામાં આવેલા એકતાનગરેથી મોરબીના મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હું અહીં એકતાનગરમાં છું પણ મારૂ મન મોરબીમાં છે.

હું અહીં એકતાનગરમાં છું પણ મન મોરબીમાં છેઃ વડાપ્રધાન મોદી
હું અહીં એકતાનગરમાં છું પણ મન મોરબીમાં છેઃ વડાપ્રધાન મોદી

કેવિડયાઃરાષ્ટ્રીય એકતા દિવસ (morbi bridge collapse) પર કેવડિયાના એકતાનગરની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદીએ સરદાર પટેલની જન્મજયંતિ નિમિતે એમને શ્રદ્ધાંજલી અર્પી છે. આ દિવસે યોજાતા ખાસ એકતાપર્વમાં તેમણે સૌથી પહેલા મોરબીની (bridge collapse Accident Morbi) ઘટનાને યાદ કરીને મૃતકો પ્રત્યે દુઃખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, હું એકતાનગરમાં છું, એક બાજું કરૂણા બીજા બાજું કર્તવ્યપથ છે. જે પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે એમના પ્રત્યે સંવેદના

સરકાર ખડેપગેઃવડાપ્રધાન મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, મોરબીવાસીઓએ આફત આવ્યે એક થઈને કામ કર્યું છે. સમગ્ર દેશમાંથી મોરબી માટે પ્રાર્થના થઈ રહી છે. સરકાર દરેક પીડિત સાથે ઊભી છે. એ પછી કેન્દ્ર હોય કે રાજ્ય સરકાર. બચાવ માટેની કામગીરી સતત ચાલી રહી છે. અહીં કર્તવ્યપથની જવાબદારીને કારણે તમારી સાથે છું. ગુજરાત સરકાર સતત બચાવકાર્યમાં લાગી છે. ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે ખૂબ સંવેદના છે.

મોરારીબાપુએ કહી આ વાતઃદેશના વડાપ્રધાનની સાથોસાથ મોરારીબાપુએ પણ મોરબીમાં બનેલી ઘટનાને ગંભીરતાથી લઈને દુઃખ વ્યક્ત કર્યું છે. મોરબીના ઈતિહાસની મચ્છુ હોનારત બાદ આ બીજી મોટી ઘટના છે. રાજસ્થાનના નાથદ્વારમાં ચાલી રહેલી કથામાંથી મોરારી બાપુએ મૃતકો પ્રત્યે શ્રદ્ધાંજલી વ્યક્ત કરી છે. મોરારીબાપુએ મોરબીના મૃતકો પ્રત્યે કથાકાર મોરારિબાપુએ સંવેદના વ્યક્ત કરી શ્રધ્ધાંજલિ આપી. આ સાથે પરિવારજનોને રૂપિયા 5000ની આર્થિક મદદ પણ જાહેર કરી દીધી છે. મોરબીમાં મચ્છુના કિનારે જાણે મોતનું માતમ હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details