ગુજરાત

gujarat

Narmada News: કેવડિયામાં અચાનક આવેલા આતંકીને ચેતક કમાન્ડોએ કર્યા ઠાર, G 20 સેમિનાર સુરક્ષા હેતુ સફળ મોકડ્રિલ

By

Published : Jul 5, 2023, 9:49 AM IST

પ્રવાસન વિભાગ જેટલું મોટુ તેટલી તેની સુરક્ષામાં ધ્યાન વધારે રાખવું પડે છે. જેને લઇને એકતાનગર (કેવડીયા) ખાતે વિવિધ સ્થળોએ સફળ મોકડ્રીલ યોજાઈ હતી. દિલધડક ઓપરેશન ચેતક કમાન્ડો દ્વારા કરવામાં આવ્યું હતું. રસ્તાઓને વાહન વ્યવહાર માટે સલામતી-સુરક્ષા માટે બંધ કરી સ્થાનિક પોલીસ દ્વારા સ્થિતિ નિયંત્રણમાં કરવામાં આવી હતી.

નર્મદાના કેવડિયા SOU ખાતે G 20 સેમિનાર માટે સુરક્ષાને લઈ સફર મોકડ્રિલ યોજાય
નર્મદાના કેવડિયા SOU ખાતે G 20 સેમિનાર માટે સુરક્ષાને લઈ સફર મોકડ્રિલ યોજાય

નર્મદાના કેવડિયા SOU ખાતે G 20 સેમિનાર માટે સુરક્ષાને લઈ સફર મોકડ્રિલ યોજાય

નર્મદા:જિલ્લામાં આગામી તારીખ 10,11 અને 12 તારીખથી કેવડિયા ખાતે જી-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઈ પ્રવાસીની સલામતી તથા સુરક્ષા વ્યવસ્થાની ચકાસણીના ભાગરૂપે જિલ્લા કલેકટર અને CEOની દેખરાખ હેઠળ એકતાનગર (કેવડીયા) ખાતે વિવિધ સ્થળોએ સફળ મોકડ્રીલ યોજાઈ હતી. દિલધડક ઓપરેશન ચેતક કમાન્ડો દ્વારા કરવામાં આવ્યું હતું. વિશ્વના પ્રવાસનના નકશામાં અંકિત થયેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને તેની આસપાસના અન્ય સ્થળો ફૂડકોર્ટ, સરદાર સરોવર નર્મદા બંધ, ધ ફર્ન હોટલ, ટેન્ટ સિટી 01-02, એકતા મોલ ખાતે આતંકી હૂમલો થતાં અનેક પ્રવાસીઓને આતંકીઓએ બાનમાં લીધા હતા.

નર્મદા ના કેવડિયા sou ખાતે G 20 સેમિનાર માટે સુરક્ષા ને લઈ સફર મોકડ્રિલ યોજાય

સ્થિતિ નિયંત્રણમાં: ચાર જેટલા સશસ્ત્ર આતંકીઓ આ તમામ સ્થળોએ ઘુસી પ્રવાસીઓને બાનમાં લેવા અંગેના સમાચાર ઈમર્જન્સી રિસ્પોન્ડ ટીમ અને જિલ્લા વહીવટી મળતા જ તંત્રએ સતર્ક થઈને વિવિધ ફોર્સને ઓપરેશનના ભાગેરૂપે એક્ટિવ કરી આતંકી હુમલાના સ્થળે પોલીસ ખડકી દઈ કોર્ડન કર્યુ હતુ. આતંકી હુમલાની જાણ થતાં જ સૌ પ્રથમ તે તરફ જતા રસ્તાઓને વાહન વ્યવહાર માટે સલામતી-સુરક્ષા માટે બંધ કરી સ્થાનિક પોલીસ દ્વારા સ્થિતિ નિયંત્રણમાં કરવામાં આવી હતી.

નર્મદા ના કેવડિયા sou ખાતે G 20 સેમિનાર માટે સુરક્ષા ને લઈ સફર મોકડ્રિલ યોજાય

આતંકીઓને ઠાર: ત્યારબાદ સ્થાનિક પોલીસ અને એસઓજીની ટીમોએ આતંકી હુમલા વાળી જગ્યાઓને કોર્ડન કરી ઘેરો બનાવી આતંકવાદીઓ સામે પડકાર ફેંક્યો હતો. તંત્ર દ્વારા સ્ટેટ ડિઝાસ્ટર કન્ટ્રોલ રૂમ અને ઈમર્જન્સી રિસ્પોન્ડ ટીમની મદદ લઈ હુમલાની ઘટનામાં ઓપરેશન માટે ગાંધીનગરથી ચેતક કમાન્ડોની ટીમની જરૂરિયાત જણાતા તેની માગણી કરી હતી. ચેતક કમાન્ડોની ટીમ એકતાનગર ખાતે તાત્કાલિક આવી પહોંચતા ડિઝાસ્ટર રિસ્પોન્ડીંગ ઓફિસર દ્વારા હુમલાની ઘટના અંગે નકશાના માધ્યમથી સ્થળ સ્થિતિથી કોમ્યુનિકેશન દ્વારાવાકેફ કરતા ચેતક કમાન્ડોની ટીમો દ્વારા તાબડતોડ કુનેહ પૂર્વક તમામ સ્થળોએ ઓપરેશન પાર પાડી આતંકીઓને ઠાર કર્યા હતા.

નર્મદા ના કેવડિયા sou ખાતે G 20 સેમિનાર માટે સુરક્ષા ને લઈ સફર મોકડ્રિલ યોજાય

મોકડ્રીલ યોજાઈ:કેટલાકને જીવિત પકડી લેવામાં સફળ રહ્યાં હતા.આ મોકડ્રીલમાં જિલ્લા પોલીસ, એસઆરપી, CISF, ડોગ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ, આરોગ્ય વિભાગ, સિવિલ ડિપાર્ટમેન્ટ સહિત સંબંધિત વિભાગની ટીમોએ સમયવર્તે સાવધાનીથી ભાગ લીધો હતો સફળતા પૂર્વક આ મોકડ્રીલ યોજાઈ હતી.

નર્મદા ના કેવડિયા sou ખાતે G 20 સેમિનાર માટે સુરક્ષા ને લઈ સફર મોકડ્રિલ યોજાય
  1. નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે બચપન કા ઉત્સાહ, પચપન કા ચિંતન”ની ટેગલાઈન સાથે બે દિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ
  2. Narmada News : અસ્થિર મગજની માતાના પુત્રને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ સંસ્થાએ આપ્યું નવ જીવન

ABOUT THE AUTHOR

...view details