ગુજરાત

gujarat

નર્મદામાં સી.આર.પાટીલની કાર્યકર્તાઓ સાથે બંધબારણે બેઠક કેમ થઇ?

By

Published : May 31, 2022, 8:45 PM IST

નર્મદમાં વન ડે વન ડિસ્ટ્રિક અંતર્ગત સી.આર.પાટીલની કાર્યકર્તાઓ સાથે બંધ બારણે બેઠક

નર્મદામાં જિલ્લામાં વન ડે વન ડિસ્ટ્રીક્ટ કાર્યક્રમ (One Day One District )હેઠળ બીજા દિવસે રાજપીપળા સર્કિટ હાઉસમાં સી.આર.પાટીલ કાર્યકર્તાઓ(Bharatiya Janata Party )સાથે બેઠક કરી હતી. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના કાળમાં કરેલ કામગીરી અને સેવાકીય પ્રવૃત્તિના વખાણ કર્યા હતાં.

નર્મદાઃ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો(CR Patil in Narmada )નર્મદા જિલ્લામાં વન ડે વન ડિસ્ટ્રીક કાર્યક્રમ (One Day One District )હેઠળ બીજા દિવસે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે કાર્યકર્તાઓ સાથે બંધ બારણે સંવાદ કર્યો હતો. કાર્યકરોની મુલાકાત બાદ સીધા આંબેડકર હોલમાં પહોંચ્યા હતા. આંબેડકર હોલમાં હાજર વકીલો, વેપારીઓ, ડોક્ટરો અને સમાજના આગેવાનો સાથે સંવાદ કર્યો હતો.

વન ડે વન ડિસ્ટ્રિક

આ પણ વાંચોઃ2 જૂને પટેલનું ભાજપમાં 'હાર્દિક' સ્વાગત

કોરોનામાં મફત અનાજ આપ્યું -રાજપીપળા સરદાર ટાઉન હોલમાં ગરીબ કલ્યાણ સંમેલનમાં પહોંચ્યા હતા. DRDA દ્વારા આયોજન કરેલ કર્યક્રમમાં સી આર પાટીલ સાથે જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદી પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કોરોના કાળમાં કારેલ કામગીરી અને સેવાકીય પ્રવૃત્તિના વખાણ કરી કહ્યું હતું કે કોરોનામાં મફત અનાજ આપ્યું કોઈ ભૂખ્યું સુતા નથી. તમામ સમજ માટે વડાપ્રધાને કામકાર્યું છે. ખેડૂતોની કોઈ સરકારે ચિંતા નથી કરી. પણ વડાપ્રધાને ચિંતા કરી 2000 રૂપિયા મદદ કરી એક બે વાર નહીં દર વર્ષે સહાય ચૂકવી છે.

આ પણ વાંચોઃGujarat Assembly Election 2022: ભાજપનું વન ડે વન ડિસ્ટ્રીક અભિયાન શરૂ, પાર્ટીને મજબૂત કરવા કવાયત હાથ ધરી

ખેડૂતોની ચિંતા વડાપ્રધાને કરી -વડાપ્રધાન એક બટન દબાવે અને ખેડૂતોને સહાય મળે છે. ખેડૂતોના કપાસની ચિંતા કરી તુવેર દાળ સહિત કઠોળ અનાજના ભાવો સારા મળ્યાની વાત કરી હતી. સી આર પાટીલ રાજપીપળા રેલવેસ્ટેશન સામે નર્મદા કમલમના નિર્માણ માટે ખાતમુર્હૂત કર્યું, સાધુ સંતો અને ખેડૂત આગેવાનો સાથે મળીનેે આ કાર્યક્રમની સફળ ગણાવી 182 ના લક્ષ્યાંક તરફ આગળ વધી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details