Gujarat Assembly Election 2022: ભાજપનું વન ડે વન ડિસ્ટ્રીક અભિયાન શરૂ, પાર્ટીને મજબૂત કરવા કવાયત હાથ ધરી

By

Published : Apr 22, 2022, 7:18 PM IST

Updated : Feb 3, 2023, 8:22 PM IST

thumbnail

ભારતીય જનતા પાર્ટીના(Bharatiya Janata Party) નવત્તર પ્રયોગ વન ડે વન ડીસ્ટ્રીકટની (One Day One District)શરૂઆત બહુલ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લાથી કરવામાં આવી છે. વન ડે વન ડીસ્ટ્રીક કાર્યક્રમ  દરમિયાન જિલ્લાના વિવિધ (Gujarat Assembly Election 2022 )સમુદાયના લોકો, આગેવાનો, વિવિધ વ્યવસાય સાથે જોડાયેલ લોકો, સાધુ સંતોની સાથે સીધો સંવાદ સી.આર.પાટીલ કર્યો હતો. કાર્યક્રમની સાથે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ કાર્યક્રમની વિગતો આપવામાં આવી હતી. સાથે જ તેમણે આગામી મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જે.પી.નદ્દા ,અમિત શાહ દક્ષિણ ગુજરાતના પ્રવાસી આવે તેવા સંકેતો આપ્યા હતા .તેઓએ કુપોષણને દૂર કરવાનો માટે કાર્યકરોને કુપોષિત બાળકોને દત્તક લેવા માટેનું ભારતીય જનતા પાર્ટીના નવા અભિગમ અંગે પત્રકારોને અવગત કર્યા હતા. આ સાથે જીગ્નેશ મેવાનીને આસામ પોલીસ લઈ ગઈ મુદ્દે જણાવ્યું હતું કે જે પણ કાર્યવાહી થતી હશે તે કાયદા મુજબ થશે. કોંગ્રેસના હોદ્દેદારોએ ડિજીવીસીએલના કર્મી પર હુમલા વિશે વાતો કરતા પણ જણાવ્યું હતું કે કોંગ્રેસ પહેલાથી જ આવું કરતી આવી છે.

Last Updated : Feb 3, 2023, 8:22 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.