ગુજરાત

gujarat

Indian culture: NRI બક્ષી પરિવારની માનવતા, રાજપીપળા ખાતે લોકો માટે હવેલીનું નિર્માણ કરાવ્યું

By

Published : Dec 23, 2021, 2:10 PM IST

રાજપીપળા ખાતે NRI (Non Resident Indian) બક્ષી પરિવાર દ્વારા ભવ્ય શ્રી કૃષ્ણ હવેલી (Shri Krishna Haveli Rajpipla) અંદાજીત 6 કરોડના ખર્ચે બંધાવામાં આવી છે. આ સાથે એ વાત પણ પૂરવાર થાય છે કે, ભારતીય સંસ્કૃતિ (Indian culture) પશ્વિમના લોકોને કેટલી આકર્ષિત કરે છે. ભારતના લોકો માટે આ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

Indian culture: NRI બક્ષી પરિવારની માનવતા, રાજપીપળા ખાતે લોકો માટે હવેલીનું નિર્માણ કરાવ્યું
Indian culture: NRI બક્ષી પરિવારની માનવતા, રાજપીપળા ખાતે લોકો માટે હવેલીનું નિર્માણ કરાવ્યું

રાજપીપળા: ખાતે અંદાજીત 6 કરોડના ખર્ચે નિર્મિત ભવ્ય મિરેકલ હવેલીનું (Shri Krishna Haveli Rajpipla) લોકાર્પણ કરવામાં આવ્યું છે, આ સાથે NRI (Non Resident Indian) બક્ષી પરિવાર દ્વારા પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ઉપરાંત બેન્ડ બાજા સાથે રસ્તાઓ પર લાઈવ રંગોળી કરી ભવ્ય શોભાયાત્રા રાજપીપલાના જાહેર માર્ગો કાઢવામાં આવી હતી.

Indian culture: NRI બક્ષી પરિવારની માનવતા, રાજપીપળા ખાતે લોકો માટે હવેલીનું નિર્માણ કરાવ્યું

જાણો હવેલીમાં કઇ-કઇ વ્યવસ્થા કરવામાં આવી છે

રાજપીપળામાં NRI બક્ષી પરિવાર દ્વારા અંદાજિત 6 કરોડના ખર્ચે એક ભવ્ય શ્રી કૃષ્ણ હવેલી (Shri Krishna Haveli Rajpipla) બનાવામાં આવી છે. આ હવેલી સેન્ટ્રલ એસી તેમજ મોટો હોલ સાથે જીમ, કોમ્પ્યુટર રૂમ,લાઈબ્રેરી સહીત લોકોના ઉપયોગમાં આવી શકે એવી વસ્તુઓ રાખવામાં આવી છે. શ્રી કૃષ્ણ હવેલીનું માત્રને માત્ર સ્થાનિક રાજપીપળાના લોકો માટે બક્ષી પરિવારના અસિત બક્ષી દ્વારા બંધાવામાં આવી છે.

અસિત બક્ષીએ કોરોના મહામારી માનવ ધર્મ નિભાવ્યો

અસિત બક્ષીએ કોરોના મહામારીની આકરી પરિસ્થિતિમાં પણ અનેક દાન કરી લોકોને સહાયરૂપ થયા હતા. તાજેતરમાં અસિત બક્ષી દ્વારા જરૂરિયાત મંદોને ફ્રીઝ અને ટીવીનું પણ વિતરણ કર્યું હતું.

શોભાયાત્રાને વધુ આકર્ષિત કરવા માટે લાઈવ રંગોળી બનાવાય હતી

આ શ્રી કૃષ્ણ મિરેકલ હવેલીના માધ્યમથી રાજપીપળામાં સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. આ મિરેકલ હવેલીના લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ આજે ગુરુવારના રોજ વૈષ્ણવ સંપ્રદાયના વડા વાધેશબાવાની ઉપસ્થિતિમાં યોજાયો છે. મિરેકલ હવેલી ખાતે NRI આશીત બક્ષી અને તેમના પત્ની રૂપલ બક્ષી દ્વારા પૂજા કરવામાં આવી હતી. આ લોકાર્પણના કાર્યક્રમમાં મિરેકલ હવેલીની આખી ટીમ હાજર રહી હતી આ સાથે બપોરના શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રાને વધુ આકર્ષિત કરવા માટે લાઈવ રંગોળીના માધ્યમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:

હિન્દૂ ધર્મમાં 'તુલસી વિવાહ' પર્વની ઉજવણી બાબતે જાણો...

સવાયા રૂપિયાનું હિન્દુ ધર્મમાં શું છે મહત્વ? ETV Bharatનો વિશેષ અહેવાલ

ABOUT THE AUTHOR

...view details