ગુજરાત

gujarat

Narmada BJP સ્નેહમિલન સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે

By

Published : Nov 10, 2021, 5:11 PM IST

દિવાળી અને નવા વર્ષના પર્વ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ જિલ્લામાં એક સ્નેહમિલન સમારંભનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel ) નર્મદા જિલ્લા ભાજપના Narmada BJP સ્નેહમિલન સમારંભમાં હાજરી આપશે.

Narmada BJP સ્નેહમિલન સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે
Narmada BJP સ્નેહમિલન સમારંભમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજરી આપશે

  • મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ નર્મદા જશે
  • સીએમ સ્નેહમિલન સમારોહમાં હાજર રહેશે
  • આતીકાલે સાંજે નર્મદા ભાજપના સ્નેહમિલન સમારોહમાં હાજર રહેશે

નર્મદાઃ દિવાળી અને નવા વર્ષ નિમિત્તે એકબીજાને મળવા જવાની પરંપરાના ભાગરુપે રાજકીય પક્ષો પણ સ્નેહમિલન સમારોહ યોજીને નેતાગણ અને કાર્યકરો વચ્ચે શુભેચ્છાના આદાનપ્રદાનનો કાર્યક્રમ યોજે છે. ભાજપ દ્વારા પણ જિલ્લાસ્તરે સ્નેહમિલન સમારોહ યોજાય છે. જેમાં આવતીકાલે સાંજે 4 કલાકે મુખ્યપ્રધાન નર્મદા ભાજપના ( Narmada BJP ) સ્નેહમિલ્ન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

સાંસદ મનસુખ વસાવાએ કાર્યક્રમ વિશે જણાવ્યું હતું

જીતનાગર ખાતે યોજાશે સમારોહ

સીએમ ભૂપેન્દ્ર પટેલ ( CM Bhupendra Patel ) નર્મદા જિલ્લાના જીતનાગર ખાતે આવતીકાલે ગુરુવારે સાંજે પહોંચશે. તેમની સાથે માર્ગમકાન વિભાગ પ્રધાન પૂર્ણેશ મોદી, ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા સહિત બંને સાંસદો અને ભાજપ જિલ્લા પ્રમુખ સહિત સંગઠનના હોદેદારો પણ હાજર રહેશે. સાંસદ મનસુખ વસાવાએ કાર્યક્રમને લઈને પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે આગામી 2022ની ચૂંટણીને લઈને જરૂરી ચર્ચા સાથે આ સ્નેહમિલન કાર્યક્રમ તમામ કાર્યકરોને મુક્ત મને રજુઆત કરવાનું એક પ્લેટફોર્મ પૂરું પાડશે.

આ પણ વાંચોઃ 400 વર્ષ પહેલા ઉજ્જૈનથી હરસિદ્ધિ માતાજીને રાજપીપળા લાવનારા મહારાજા વેરીસાલજી ગોહિલની પ્રતિમાનું અનાવરણ કરાયું

આ પણ વાંચોઃ Statue of Unity જોવા આવતા પ્રવાસીઓની સંખ્યામાં દિવસે દિવસે ઘટાડો, કડક નિયમો જવાબદાર

ABOUT THE AUTHOR

...view details