ગુજરાત

gujarat

નર્મદામાં BJPના સ્થાપના દિવસની ઉજવણી, સાંસદ મનસુખ વસાવાએ પક્ષના નેતાઓ પર કર્યા આક્ષેપ

By

Published : Apr 6, 2021, 5:54 PM IST

Updated : Apr 6, 2021, 6:39 PM IST

નર્મદા જિલ્લના ગરુડેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સાંસદ મનસુખ વસાવાએ દીપ પ્રાગટ્ય કરીને ઉજવણી કરી હતી. સ્ટેચ્યૂ ઓફ યુનિટીને લઈને આ વિસ્તારમાં થતા વારંવાર વિરોધને ખાળવા આદિવાસીઓને સમજાવી ગરુડેશ્વર તાલુકા સહિત જિલ્લા પંચાયતની બેઠકો પર જીત અપાવવા માટે સાંસદ મનસુખ વસાવાએ ખુબ મહેનત કરી હતી.

સાંસદ મનસુખ વસાવાએ પક્ષના નેતાઓ પર કર્યા આક્ષેપ
સાંસદ મનસુખ વસાવાએ પક્ષના નેતાઓ પર કર્યા આક્ષેપ

  • ગરુડેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી
  • સાંસદ મનસુખ વસાવાએ દીપ પ્રાગટ્ય કરીને ઉજવણી કરી
  • સાંસદે પક્ષના નેતાઓ પર કર્યા આક્ષેપ

નર્મદાઃ ભારતીય જનતા પાર્ટીનો આજે મંગળવારે સ્થાપના દિવસ છે, ત્યારે જિલ્લના ગરુડેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની સાંસદ મનસુખ વસાવાએ દીપ પ્રાગટ્ય કરીને ઉજવણી કરી હતી. ત્યારે આ ઉજવણીમાં ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા, સાથે શિક્ષિત બેરેજગારો હાજર રહ્યા હતા, કે જે શિક્ષિત હોવા છતાં કોઈ નોકરી નથી આપતું, જેઓએ સાંસદ મનસુખ વસાવાને રજૂઆત કરી હતી.

સાંસદ મનસુખ વસાવાએ પક્ષના નેતાઓ પર કર્યા આક્ષેપ

આ પણ વાંચોઃ ભાજપ સ્થાપના દિવસ: વડાપ્રધાન મોદી કાર્યકર્તાઓને સંબોધિત કરશે

સ્ટેચ્યૂ ઓફ યૂનીટીના અધિકારીઓ તેમજ ભાજપના નેતાઓ પર વરસ્યા

સાંસદ મનસુખ વસાવા સ્થાપના દીનના દિવસે જિલ્લાના અને સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના અધિકારીઓ તેમજ ભાજપના સ્થાનિક નેતાઓ પર વરસ્યા હતા અને પોતાના ભાષણમાં પક્ષના નેતાઓ પર આક્ષેપો કર્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું કે, પાર્ટી થકી હું મોટો માણસ થયો છે. પણ હું ગરીબ પ્રજાને મદદરૂપ ના થાવ તો સાંસદ સભ્ય શુ કામનો? તેમજ કહ્યું કે, બે નંબરીયા અધિકારી અને આપણા જ બે નંબરીયા નેતાઓને ખુલ્લા પાડવા પડશે, આ અધિકારીઓ આદિવાસીઓ સાથે ભાગલા પાડો અને રાજ કરો એવું કરે છે, એટલે આપણે ભેગા થઇ લડવું પડશે. હું તમામને ખુલ્લા પાડવાનો છું, કદાચ પાર્ટી આ બાબતે મારી પાસે ખુલાસા પણ માંગશે પણ મને વાંધો નથી. હું આદિવાસીઓ માટે લડું છું અને લડતો આવીશ.

આ પણ વાંચોઃ ભાજપના 42માં સ્થાપના દિવસની કમલમ ખાતે ઉજવણી કરાઇ

તમામ ઇન્ટરવ્યૂ કેવડિયા જ થવા જોઈએ

સાંસદે કહ્યું કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર કોઈપણ એજન્સી આવે તે પહેલા સ્થાનિકોને નોકરીએ રાખે, તમામ ઇન્ટરવ્યૂ કેવડિયા જ થવા જોઈએ. વડોદરા ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવે. કેવડિયાના બેરોજગારોને પ્રથમ પસંદગી આપો. અંગેજીમાં અહીંના બાળકો પણ બોલે છે.

Last Updated :Apr 6, 2021, 6:39 PM IST

ABOUT THE AUTHOR

...view details