ગુજરાત

gujarat

મોરબીમાં વરસાદ પાછો ખેંચાતા ડેમમાં પાણીની સપાટી ઘટી, જિલ્લામાં પાણીની તંગી નહીં સર્જાય તેવો તંત્રનો દાવો

By

Published : Sep 10, 2021, 12:11 PM IST

મોરબીમાં વરસાદ પાછો ખેંચાતા ડેમમાં પાણીની સપાટી ઘટી, જિલ્લામાં પાણીની તંગી નહીં સર્જાય તેવો તંત્રનો દાવો

મોરબી જિલ્લામાં વરસાદ પાછો ખેંચાતા જિલ્લાના ડેમની સ્થિતિ ખરાબ થઈ છે. તો કેટલાક ડેમમાં પાણીની સપાટી પણ ઘટી ગઈ છે. આના કારણે મોરબીવાસીઓ સારા વરસાદની આશા રાખી રહ્યા છે. તો આ તરફ જિલ્લાના સિંચાઈ વિભાગના અધિકારીએ જિલ્લામાં પાણીની તંગી નહીં સર્જાય તેવું જણાવ્યું હતું.

  • મોરબી જિલ્લામાં વરસાદ પાછો ખેંચાતા ડેમની સ્થિતિ બગડી
  • કેટલાક ડેમમાં પાણીની સપાટી પણ ઘટી ગઈ
  • મોરબીવાસીઓ સારા વરસાદની આશા રાખી રહ્યા છે
  • સિંચાઈ માટે હાલમાં વ્યવસ્થા થઇ શકે તેમ નથી

મોરબીઃ જિલ્લામાં વરસાદ ખેચાતા ડેમની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. તો કેટલાક ડેમમાં તો પાણીની સપાટી પણ ઘટી ગઈ છે. આના કારણે મોરબીવાસીઓ હવે સારા વરસાદની આશા રાખીને બેઠા છે. બીજી તરફ ડેમની સપાટી ઘટતા લોકોમાં ચિંતા જોવા મળી રહી છે, પરંતુ જિલ્લામાં પીવાના પાણીની કોઈ અછત નહીં થાય તેવું સિંચાઈ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.

મોરબીવાસીઓ સારા વરસાદની આશા રાખી રહ્યા છે

આ પણ વાંચો-શેત્રુંજી ડેમના 59 દરવાજા 2 ફૂટ ખોલાયા તો 17 ગામોને એલર્ટ કરાયા, નીચાણવાળા ગામડાઓ એલર્ટ

10માંથી 3 ડેમમાં જૂન સુધી પીવાનું પાણી ચાલે તેમ છે

જિલ્લામાં વરસાદ ખેંચાતાની સાથે જ જિલ્લામાં 10 ડેમમાં પાણીની સપાટી ઘટી છે. તો જિલ્લાના મહત્ત્વના ડેમ મચ્છુ- 1, મચ્છુ 2 અને બ્રાહ્મણી 2 ડેમમાં પાણીની સપાટી હાલમાં અન્ય ડેમની સ્થિતિએ વધારે જોવા મળી રહી છે. જિલ્લામાં વરસાદ ખેંચાતાની સાથે જ લોકોમાં ચિતાનો માહોલ જોવા મળ્યો છે. આ સાથે જ લોકો સારા વરસાદની આશા પણ સેવી રહ્યા છે

આ પણ વાંચો-સાર્વત્રિક વરસાદથી છલકાયો હિરણ - 2 ડેમ

જિલ્લામાં વર્ષ 2022 સુધી ચાલી શકે તેટલો પાણીનો જથ્થો છે

ડેમમાં પીવાના પાણીનો જથ્થો રિઝર્વ રાખવામાં આવનાર હોવાનું રાજ્ય સરકારે જાહેર કર્યું છે, જેથી સિંચાઈ માટે મચ્છુ 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપી શકાય તેમ નથી. તો આ અંગે સિંચાઈ વિભાગના અધિકારી વિજયભાઈ ભોરણિયાએ જણવ્યું હતું કે, મચ્છુ 2, બ્રાહ્મણી 2 અને મચ્છુ 1 ડેમમાં પાણીનો જથ્થો છે અને તેમાં પીવાનું પાણી જૂન 2022 સુધી ચાલી શકે તેમ છે. આથી પીવાના પાણીની તંગી સર્જાય તેમ નથી તો આગામી સમયમાં સારો વરસાદ પડે તો અન્ય ડેમમાં પણ પાણીની આવક થાય.

ABOUT THE AUTHOR

...view details