સાર્વત્રિક વરસાદથી છલકાયો હિરણ - 2 ડેમ

By

Published : Sep 1, 2021, 3:56 PM IST

thumbnail

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ છે ત્યારે જિલ્લામાં પણ મેઘમહેર જોવા મળી છે. જેના કારણે જિલ્લાની જીવાદોરી સમાન હિરણ - 2 ડેમમાં 11 ફૂટ નવા પાણીની આવક થઇ છે. હિરણ - 2 ડેમના નવા નીરની આવક થતાં ખેડૂતોમાં આનંદનો વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉમરેઠી ખાતે આવેલ હિરણ-2 ડેમમાંથી વેરાવળ, સુત્રાપાડા નગરપાલિકા ઉપરાંત 42 ગામની જૂથ યોજના મારફત પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત 2 ઔદ્યોગિક એકમો તેમજ 5,000 હેક્ટર ખેતીમાં સિંચાઈનું પાણી પુરુ પાડવામાં આવે છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.