ગુજરાત

gujarat

હળવદના રણમલપુરમાં હત્યા કરનાર આરોપી ઝડપાયો

By

Published : May 27, 2021, 4:21 PM IST

જિલ્લામાં ગુના-ખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. બુધવારે સાંજે જિલ્લાના રણમલપુરા ગામમાં એક વ્યક્તિની હત્યા(Murder) કરવામાં આવી છે. જેથી પોલીસે(Police) ગુનો નોંધી ઘણતરીના કલાકમાં આરોપીની ધરપકડ કરી છે.

હળવદના રણમલપુરમાં હત્યા કરનાર આરોપી ઝડપાયો
હળવદના રણમલપુરમાં હત્યા કરનાર આરોપી ઝડપાયો

  • બુકાનીધારી શખ્સોએ હુમલો કરી યુવાનની કરી હત્યા
  • કાકાના દીકરાએ પૈસાની લેતી દેતીમાં કરી હત્યા
  • પોલીસે કરી આરોપીની ધરપકડ
    હળવદના રણમલપુરમાં હત્યા કરનાર આરોપી ઝડપાયો

મોરબી: હળવદના રણમલપુર ગામે ગઈકાલે બુધવારે કંકાવટી રોડ પર જવાના ખેતરે 2 યુવાનો પર હુમલો થયા બાદ એકનું મોત(Death) થયું હતું, તો બીજા યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ(Hospital)માં ખસેડાયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ(Police) ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં પોલીસે તપાસ કરતાં ચોક્વાનારો ખુલાસો સામે આવ્યો છે. પિતરાઈ ભાઈએ જ ભાઇની હત્યા(Murder) કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું. જેથી મૃતકના ભાઇની ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ તાપીના વ્યારામાં બિલ્ડર નિશિષ શાહની હત્યાનો ભેદ ઉકેલાયો

એક યુવાનનું મોત

હળવદ પોલીસ મથકેથી મળતી વિગત મુજબ, તાલુકાના રણમલપુર ગામે કંકાવટી જવાના રોડ પર આવેલા હસમુખ વરમોરાના ખેતરે ગઈકાલે બુધવારે સાંજના 4 કલાકની આસપાસ 2થી વધુ બુકાનીધારી શખ્સોએ 2 યુવાનો પર હુમલો કર્યા કર્યો હતો. જેમાં એક યુવાનનું મોત(Death) થયું હતું. આ ઘટનાની જાણ થતાં હળવદ પોલીસ(Police) ઘટના સ્થળે દોડી ગઇ હતી. પોલીસે તપાસ કરતાં મૃતકના પિતરાઈ ભાઈએ રૂપિયાની લેતી-દેતીમાં હત્યા(Murder) કર્યાનું સામે આવ્યું છે. જેથી પોલીસે આરોપીની ગણતરીની કલાકમાં ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં સંબંધોનું ખુન, સસરાએ છરીનાં ઘા ઝીંકી જમાઈની કરી હત્યા

પોલીસે આરોપીને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

આ હત્યાના બનાવામાં આરોપીને પણ ઈજાઓ થતાં તેને સારવાર માટે ધાંગધ્રા ખસેડવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ(Police)ને બનાવા શંકાસ્પદ લાગતા તેની પૂછપરછ કરતા ભાંગી પડયો હતો અને સમગ્ર ઘટના પોલીસ સમક્ષ બોલી ગયો હતો. આ બનાવ અંગે હળવદ પોલીસે ગુનો નોંધી આરોપી(Accused)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details