ગુજરાત

gujarat

મોરબી પુલ હોનારતમાં એક પરિવારે બંને સંતાન ખોયાં, કોયલીમાં હાહાકાર

By

Published : Nov 1, 2022, 9:09 PM IST

30 ઓક્ટોબર 2022 ની ઢળતી સાંજે મોરબીના ઝૂલતા પુલ પરની દુર્ઘટના ( Morbi bridge Collapse )એ કેટલાય પરિવારમાં હાહાકાર મચાવી દીધો છે. કોયલી ગામના ભૂમિકાબેન પોતાના નાનાભાઈ સાથે અહીં ફરવાનો આનંદ માણવા ગયાં હતાં. જ્યાં પુલ તૂટવાની ગોઝારી ઘટનામાં બંને ભાઇબહેનના મોત (Siblings killed in Morbi bridge Collapse ) નીપજ્યાં છે. જેને પગલે કોયલી ગામમાં મોતનો માતમ ( Mourning in Koyli village ) છવાયો છે.

મોરબી પુલ હોનારતમાં એક પરિવારે બંને સંતાન ખોયાં, કોયલીમાં હાહાકાર
મોરબી પુલ હોનારતમાં એક પરિવારે બંને સંતાન ખોયાં, કોયલીમાં હાહાકાર

મોરબી રવિવારની સાંજે મોરબીના ઝૂલતા પુલ ( Morbi bridge Collapse )પર ફરવા જનારાને કાળનો પંજો ઝપટમાં લેશે તેની લેશપણ કલ્પના ન હોય. સાડા છના અરસામાં વાગ્યાના અરસામાં હળવું અંધારું પથરાઈ રહ્યું હતું ત્યારે માત્ર દસ સેકન્ડની એક દુર્ઘટનામાં અનેક પરિવારોના જીવન કાયમ માટે અંધકારમાં ડૂબી ગયાં. સૂર્યનારાયણ આથમણી દિશામાં ડૂબી રહ્યા હતાં. ત્યારે અનેક જિંદગી આથમી ગઈ. આ ઘટનામાં કોયલીના ભાઇબહેનની જોડી (Siblings killed in Morbi bridge Collapse ) પણ હંમેશ માટે સોઢિયા પરિવારને રડતો મૂકી ગઇ. થોડી ક્ષણો પહેલાં ધબકતા શ્વાસ ઘડી બે ઘડીમાં નિશ્વાસ બની ગયા. મચ્છુના પાણીમાં ડૂબીને કોયલી ( Mourning in Koyli village ) ગામના ભાઈબહેનનું મોત પણ આ દુર્ઘટનામાં થયું.

સોઢિયા પરિવારમાં માતમ આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર કોયલી ગામે રહેતા ભૂમિકાબેન રાયધનભાઇ સોઢિયા તેમના નાનાભાઈ ભૌતિક સાથે અન્ય સહેલાણીઓની જેમ ઝૂલતા પુલ ( Morbi bridge Collapse )પર ફરવા ગયા હતા. પણ એ બન્ને ક્યાં ખબર હતી કે આ પુલ નીચેનું પાણી તેમની જીવનનૈયાને ડૂબાડી (Siblings killed in Morbi bridge Collapse ) દેશે. ભૂમિકાબેન અને ભૌતિક એમ બન્નેના કરુણ મોતથી સોઢિયા પરિવારમાં માતમ ( Mourning in Koyli village ) છવાયો છે. મોરબીની આ ગોઝારી ઘટનામાં જીવ ગુમાવનારા દરેક મૃતકની આવી જ હૃદયદ્રાવક કહાની છે.

કુલ 136ના મોતમોરબી પુલ હોનારત( Morbi bridge Collapse ) માં અત્યાર સુધીમાં 136ના મોત નીપજ્યાંની સત્તાવાર માહિતી પ્રાપ્ત થઇ છે. જ્યારે 170 લોકોને બચાવી લેવાયાં છે. આ દુર્ઘટનામાં ઇજા પામેલા 17 લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ પણ છે.

ABOUT THE AUTHOR

...view details