ગુજરાત

gujarat

મોરબીના જુની પીપળી પાસે બાઇક સાથે કાર અથડાવી 3 ઇસમોએ લાખોની કરી લૂંટ

By

Published : Dec 16, 2022, 2:53 PM IST

મોરબીમાં 3 ઇસમોએ (Theft incidents Morbi) પોતાની કાર તેના ફરિયાદીના મોટર સાયકલ સાથે અથડાવી હતી. અને ઢીકા પાટુનો માર મારી તેના થેલાની લુંટ કરી નાસી ગયા હતા. આ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ચોરીના અને લૂંટના (Robbery incident Morbi) બનાવો વધતા પોલીસ પર અનેક સવાલ થઇ રહ્યા છે.

મોરબીના જુની પીપળી પાસે બાઇક સાથે કાર અથડાવી 3 ઇસમોએ લાખોની કરી લૂંટ
મોરબીના જુની પીપળી પાસે બાઇક સાથે કાર અથડાવી 3 ઇસમોએ લાખોની કરી લૂંટ

મોરબીગુજરાતમાં થોડા(Theft incident gujarat) સમયથી ચોરીનાબનાવોમાં વધારો થઇ રહ્યો છે. જેમાં ચોરી કરતા ઇસમો બેફામ બન્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. એવો જ એક ચોરીનો(Robbery incident Gujarat ) બનાવ મોરબીમાં આવેલા જુની પીપળી પાસે બન્યો છે. યુવક બેગમાં રોકડા રૂપિયા 29 લાખ લઈને મોટર સાયકલ પર પસાર થતો હતો. એ સમયે 3 ઇસમોએ પોતાની કાર તેના ફરિયાદીના મોટર સાયકલ સાથે અથડાવી હતી. અને ઢીકા પાટુનો માર મારી તેના થેલાની લુંટકરી નાસી ગયા હતા. આ મામલે મોરબી તાલુકા(Morbi Police) પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

કામગીરી પર સવાલો વધી રહેલા ચોરીના બનાવોના કારણે હવે પોલીસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. કેમકે ગુજરાતમાં પોલીસ સુરક્ષાને(Gujarat Police Security) લઇને મોટી મોટી વાતો તો કરવામાં આવે છે. પરંતુ ક્રાઇમમાં સતત વધારો થઇ રહ્યો છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પીપળી ગામ વચ્ચે, એસ્સાર પેટ્રોલપંપની પાછળ આવેલ કેલેફેકસન ટેકનો પ્રાઇવેટ લીમિટેડમાં કેશીયર તરીકે છેલ્લા ચાર વર્ષથી નોકરી કરે છે. ગત તારીખ તેઓ ફેકટરી પર હતા ત્યારે આંગળીયા પેઢીમાંથી રૂપિયા 10,00,000નુ આંગડીયુ આવ્યું હતું.

ફેકટરીમાં બીલીંગનુ કામતે રૂપીયા ફેકટરીમાં બીલીંગનુ કામ કરતા મયર ચંદલાલ ભલગામડીયાએ ચંદ્રેશભાઇને આપ્યા હતા અને તેમના શેઠ હિતેશ રમેશ દલસાણીયાએ મને રોકડા રૂપિયા 20,00,000આપેલા હતા આમ તેમની પાસે રૂપિયા 30,00,000 હતા જેમાંથી આશરે રૂપિયા 1,00,000 જેટલા ભાડાના ચુકવેલ હતા બાકીના રોકડા રૂપીયા 29,00, 000 તેમની પાસે હતા.

અજાણ્યા માણસો સાંજના સાડા સાત વાગ્યે ચંદ્રેશ રોકડા રૂપિયા થેલામા રાખી તેમના મોટર સાયકલ સ્પેન્ડર પ્લસ લઇ ફેકટરીથી ઘરે જવા નીકળ્યા હતા. તેઓ જુની પીપળી અને નવી પીપળી ગામ વચ્ચે આવેલ આશ્રમ બાજુ કાચા રસ્તે પહોંચ્યા ત્યારે પાછળથી એક ફોર વ્હીલ ગાડી આવી અને તેમના મોટર સાયકલ સાથે અથડાઇ હતી. જેથી તેઓ મોટર સાયકલ સાથે પડી ગયા. એ વખતે ગાડીમાંથી અજાણ્યા ત્રણ માણસો ઉતરી તેમની પાસે આવી અને ચંદ્રેશને ઢીકા પાટુનો માર મારી, મારી પાસે રૂપીયા રાખેલ થેલો લઇ જતા રહ્યા હતા

ઓળખવા માટે સક્ષમલૂંટ સમએ ત્રણેય શખ્સોએ કોઈ શબ્દ ઉચ્ચાર્યો ન હતો. તેમજ આ માણસોના શરીરના બાંધા ઉપરથી આશરે 25 વર્ષથી મોટી ઉમરના હોય તેવુ અનુમાનચંદ્રેશએ લગાવ્યું હતું. રાત્રિના અંધકારને કારણે તેઓ આરોપીઑના ચહેરા અને કાર ઓળખવા માટે સક્ષમ હતા. જે કાર લુંટ કરી જુની પીપળી ગામ તરફ જતી રહી હતી. એ બાદ ચંદ્રેશએ તેમના શેઠ હિતેશ દલસાણીયાને ફોન કરી સમગ્ર બનાવની જાણ કરી હતી. આ ફરિયાદના આધારે પોલીસે ઇ.પી.કો. કલમ-૩૯૪, ૧૧૪ મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ABOUT THE AUTHOR

...view details