નવસારીમાં ઠંડીના ચમકારાની સાથે ચોરોએ કર્યા ચોરીના શ્રી ગણેશ

author img

By

Published : Nov 28, 2022, 4:01 PM IST

નવસારીમાં ઠંડીના ચમકારાની સાથે ચોરોએ કર્યા ચોરીના શ્રી ગણેશ

નવસારીમાં ઠંડીના ચમકારાની સાથે રાત્રિનો લાભ લઇ ચોરોએ ચોરીના શ્રી ગણેશ કર્યા હતા. મોડી રાત્રે કબીરપુર પંચાયતની બાજુમાં અગાસી માતાના મંદિરમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. navsari theft cctv

નવસારી: દરેક વ્યક્તિના આસ્થાનું કેન્દ્ર કોઈને કોઈ દિવસ સ્થાન એટલે કે મંદિર હોય છે અને આ દેવસ્થાન કે મંદિરમાં લોકો શ્રદ્ધા અને લાગણીથી જોડાયેલા હોય છે. પોતાની મનોકામના પૂર્ણ થતા પોતાના આરાધ્ય દેવને ભક્તો પોતાની આસ્થા અનુસાર સોના ચાંદીની કીમતી વસ્તુઓ ભેટ ચડાવતા હોય છે. આવા મંદિરો દેવસ્થાનોમાં કીમતી વસ્તુઓ પર ચોરટાઓ અંધારાનો લાભ લઈ હાથ ફેરો કરતા હોય છે.

હાલ નવસારીમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે ઠંડીના ચમકારાની સાથે ચોર ટોળકીઓએ પણ પોતાનો ચમકારો આપ્યો નવસારીમાં આવેલા કબીલ પુર પંચાયતની બાજુમાં અગાશી માતાના મંદિરમાં રાત્રિ દરમિયાન ચોરીની ઘટના સામે આવી છે. મોડી રાત્રે એક વાગ્યા દરમિયાન ચોર ટોળકીએ બેરોકટોક મંદિરમાં પ્રવેશ કરીને માતાજીના શણગારની વસ્તુઓ બે ચાંદીના મુંગટ, એક જોડી પાદુકા, માતાજીનું છત્ર ,અને શિવલિંગના ચાંદીના નાગની સાથે દાનપેટી માંથી રોકડ રકમની ચોરીને અંજામ આપ્યો હતો.

સમગ્ર ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સીસીટીવીમાં (navsari theft cctv) 2 ઇસમો મંદિરમાં પ્રવેશ કરીને સમગ્ર ઘટનાને અંજામ આપી ત્યાંથી રફુચક્કર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.