ગુજરાત

gujarat

Morbi News: સફાઈ કર્મચારીઓની હડતાળ સમેટાઈ, 4માંથી 3 માંગણીઓને નગર પાલિકાએ સ્વીકારી

By ETV Bharat Gujarati Team

Published : Oct 20, 2023, 9:29 PM IST

મોરબી નગર પાલિકાના સફાઈ કર્મચારીઓએ પોતાની 4 માંગણીઓને લઈને હડતાળ કરી હતી. આજે આ હડતાળનો સુખદ અંત આવ્યો છે. નગર પાલિકાએ 4માંથી 3 માંગણીને સ્વીકારી લીધી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ

સફાઈ કર્મચારીઓની હડતાળ સમેટાઈ
સફાઈ કર્મચારીઓની હડતાળ સમેટાઈ

નગર પાલિકાએ 4માંથી 3 માંગણીને સ્વીકારી લીધી છે

મોરબીઃ નગર પાલિકાના સફાઈ કર્મચારીઓ 4 દિવસ અગાઉ પોતાની 4 માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા હતા. મોરબી નગર પાલિકાએ 4માંથી 3 માંગણીઓ સ્વીકારી લીધી છે. તેથી સફાઈ કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી છે. માત્ર હંગામીમાંથી કાયમી કર્મચારી બનાવવામાં આવે તે માંગણી ઉચ્ચ સ્તરીય હોવાથી તે સ્વીકારાઈ નથી તે સિવાયની ત્રણેય માંગણીઓ પૂરી કરવાની બાંહેધરી નગર પાલિકાએ આપતા સફાઈ કર્મચારીઓની હડતાળનો સુખદ અંત આવ્યો છે.

ધારાસભ્યની ટકોરઃ માંગણીઓ સ્વીકારી લેતા સફાઈ કર્મચારીઓમાં ખુશી ફેલાઈ ગઈ હતી અને તેમણે હડતાળ સમેટી લીધી છે. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિ અમૃતિયા હાજર રહ્યા હતા. તેમણે સફાઈ કર્મચારીઓને માંગણી સ્વીકારાઈ તેના બદલામાં પૂરી નિષ્ઠાથી ફરજ બજાવવાનો નિર્દેશ કર્યો હતો. ધારાસભ્યએ વધુમાં કોઈ પ્રસંગે આગેવાન કે અધિકારીના ઘરે કામ કરવા દોડી ન જવાની ટકોર પણ કરી હતી.

૨૫ સફાઈ કામદારોને છુટા કર્યા હતા જેને પરત લઈ લીધા છે, ઓળખપત્ર આપવા સહમતી આપી છે અને ૭૦ રૂનો વધારો કરવામાં આવ્યો છે. કામદારો સારું કામ કરે, ખોટી હાજરી ના પૂરે અને કોઈ આગેવાન કે અધિકારીના ઘરે કામ કરવા ના જાય તે પણ જરૂરી છે...કાંતિ અમૃતિયા(ધારાસભ્ય, મોરબી)

પાલિકાના ૩૨૫ સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા હતા. જેમની માંગણીઓમાંથી કાયમી કરવાની માંગ રાજ્ય સરકાર સ્તરની હોવાથી તે સિવાયની દરેક માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. જેમાં બિનકુશળને ૪૫૨ અને કુશળ કામદારને ૪૭૪નું લઘુતમ વેતન તા. 01-10-2023 થી આપવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ફરજ પરથી દૂર કરાયેલા ૨૫ કર્મચારીઓને ફરજ પર ફરીથી લેવાયા છે...હર્ષદીપ આચાર્ય (ચિફ ઓફિસર, મોરબી નગર પાલિકા)

  1. Morbi News: નગર પાલિકાના 350 રોજમદારો ચાર માંગણી સાથે હડતાળ પર ઉતર્યા, માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
  2. Morbi Bridge Collapse: મોરબી બ્રિજ દુર્ઘટના મામલે ઓરેવા કંપનીની ગંભીર બેદરકારી - SIT

ABOUT THE AUTHOR

...view details