ગુજરાત

gujarat

મોરબી નગરપાલિકા પ્રમુખ તરીકે કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા

By

Published : Mar 16, 2021, 4:14 PM IST

વર્ષોથી ભાજપનો ગઢ રહેલા મોરબીમાં વર્ષ 2015ની ચૂંટણીમાં ભાજપે સત્તા ગુમાવી હતી. જોકે 5 વર્ષમાં ભાજપે જોરદાર કમબેક કર્યું છે અને તાજેતરમાં સંપન્ન થયેલી મોરબી પાલિકાની ચૂંટણીમાં તમામ ૫૨ બેઠકો પર જીત મેળવી છે. આજે મોરબી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી તેમાં પ્રમુખ તરીકે કુસુમબેન પરમાર અને ઉપપ્રમુખ તરીકે જયરાજસિંહ જાડેજા ચૂંટાઈ આવ્યાં હતાં.

મોરબી નગરપાલિકા પ્રમુખ તરીકે કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા ચૂંટાયા
મોરબી નગરપાલિકા પ્રમુખ તરીકે કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા ચૂંટાયા

  • મોરબી નગરપાલિકાની તમામ ૫૨ બેઠકો ભાજપ પાસે
  • સત્તાના સૂત્રો સંભાળતાં નવા પ્રમુખ-ઉપપ્રમુખ
  • મોરબી નગરપાલિકામાં આજથી નવી બોડીનું શાસન
    ભાજપ દ્વારા હોદ્દેદારોની વરણી કરવામાં આવી

મોરબીઃ મોરબી નગરપાલિકામાં વિપક્ષનું નામોનિશાન રહ્યું નથી. આજે મોરબી પાલિકાના પ્રમુખ તરીકે ભાજપે સતવારા સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે. સતવારા સમાજમાંથી આવતાં કુસુમબેન પરમારની પ્રમુખ તરીકે વરણી કરાઈ છે. જયારે ઉપપ્રમુખ પદે જયરાજસિંહ જાડેજાને કમાન સોપવામાં આવી છે. ગત ટર્મમાં ભાજપે ગુમાવેલી સત્તા પરત આપતાં મતદારોએ તમામ ૫૨ બેઠકો ભાજપને આપી છે ત્યારે સ્વાભાવિક નાગરિકોની અપેક્ષા પણ વધી જશે. ભાજપની નવી બોડી નાગરિકોની આકાંક્ષાઓ સંતોષી શકે છે કે નહીં તે આગામી સમયમાં નક્કી થશે. ભાજપ દ્વારા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે અને નવી બોડીનું શાસન શરુ થઇ ચૂક્યું છે.

આ પણ વાંચોઃ મોરબી નગરપાલિકા દ્વારા સ્વચ્છ સંસ્થાઓને રેટિંગ આપી પ્રમાણપત્ર અર્પણ કરાયા

કારોબારી ચેરમેન અને દંડકના નામ જાહેર

મોરબી નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ ઉપરાંત કારોબારી ચેરમેન તરીકે સુરેશભાઈ દેસાઈ, પક્ષના નેતા કમલભાઈ દેસાઈ અને દંડક તરીકે સુરભિ ભોજાણીના નામ પર પક્ષે મહોર લગાવી હતી.

ABOUT THE AUTHOR

...view details