ગુજરાત

gujarat

મોરબીના તરઘરી ગામના મહિલા સરપંચનો પતિ અને પંચાયત સભ્ય 80 હજારની લાંચ લેતા ઝડપાયા

By ETV Bharat Gujarati Team

Published : Dec 21, 2023, 6:35 PM IST

માળીયાના તરઘરી ગામે 80 હજારની લાંચનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મોરબી એસીબીએ ગામના મહિલા સરપંચ અને પંચાયતના સભ્યની ધરપકડ કરી લીધી છે. વાંચો સમગ્ર ઘટનાક્રમ વિસ્તારપૂર્વક. Morbi Maliya 2 arrested Rs. 80,000 Bribe

મહિલા સરપંચનો પતિ અને પંચાયત સભ્ય 80 હજારની લાંચ લેતા ઝડપાયા
મહિલા સરપંચનો પતિ અને પંચાયત સભ્ય 80 હજારની લાંચ લેતા ઝડપાયા

મોરબીઃ માળીયા તાલુકાના તરઘરી ગામે મોરબી એસીબીએ બે જણને 80 હજારની લાંચ લેતા ઝડપી લીધા છે. આ આરોપીઓમાં તરઘરી ગામના મહિલા સરપંચના પતિ અને ગ્રામ પંચાયતના સભ્યનો સમાવેશ થાય છે. આરોપીઓએ ખારાવાડ અને ગામની ખરાબાની જમીનમાંથી પરદેશી બાવળ કાપવાની પંચાયતમાંથી પરવાનગી મેળવી આપવા 80 હજાર રુપિયાની લાંચ માંગ હતી. જો કે ફરિયાદી લાંચ આપવા સક્ષમ ન હોવાથી તેણે એસીબીને ફરિયાદ કરી. એસીબી ટીમે સત્વરે કામગીરી હાથ ધરી હતી. એસીબીની ટીમે છટકું ગોઠવીને બંને આરોપીઓને રંગે હાથે ઝડપીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર ઘટનાક્રમઃ આ સમગ્ર મામલે ફરિયાદી તરઘરી ગામમાં ખરાબામાં ઉગેલા પરદેશી બાવળ કાપીને છુટક વેચાણ કરીને ગુજરાન ચલાવે છે. તરઘરી ગ્રામ પંચાયતના મહિલા સરપંચના પતિ મુકેશ પરમાર અને ગ્રામ પંચાયતના ચૂંટાયેલ સભ્ય દામજી ગામી નામક આરોપીઓએ ફરિયાદીને પંચાયતમાંથી બાવળ કાપવાની પરવાનગી અપવવા માટે 80 હજાર રુપિયાની લાંચ માંગી હતી. જો કે ફરિયાદી લાંચ આપવા સક્ષમ ન હોવાથી તેણે મોરબી એસીબીનો સંપર્ક કર્યો હતો. મોરબી એસીબીએ માળિયાના બાલાજી ચેમ્બર અવધ ડીલક્ષ પાનની સામે પીપળીયા ચાર રસ્તા પાસે ટ્રેપ ગોઠવી હતી. જ્યાં આરોપીઓ લાંચ લેવા આવ્યા અને રંગે હાથે ઝડપાઈ ગયા હતા.

આ સમગ્ર મામલે મોરબી એસીબીમાં ફરિયાદ થઈ હતી. એસીબી ટીમે ટ્રેપ ગોઠવીને મહિલા સરપંચના પતિ અને ગ્રામ પંચાયતના સભ્યને રંગે હાથે ઝડપી લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...એચ એમ રાણા(પીઆઈ, મોરબી એસીબી)

  1. Chhotaudepur Crime : લાંચ લેતા ઝડપાયેલા સંખેડા મામલતદાર કચેરી નાયબ સર્કલ ઓફિસરને કોર્ટે 4 વર્ષની સજા ફટકારી
  2. Surat News: લાંચિયા અધિકારીઓ ઝડપાયા, છટકું ગોઠવીને એસીબીએ લાંચ લેતા અધિકારીઓને ઝડપી પાડ્યા

ABOUT THE AUTHOR

...view details