ગુજરાત

gujarat

મોરબીમાં બે અલગ-અલગ કેસમાં પરિણીતાઓ ગુમ થયા હોવાની નોંધાઈ ફરિયાદ

By

Published : May 25, 2019, 3:43 PM IST

મોરબીઃ જિલ્લાના કેનાલ રોડ પર રહેતી પરિણીતા કોઈને કહ્યા વગર ઘરેથી જતી રહી છે અને પરિણીતા તેના પ્રેમી સાથે નાસી ગઈ હોવાની પતિ દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જ્યારે અન્ય એક કેસમાં વાંકાનેરની પરિણીતા બજારમાં જવાનું કહીને ગયા બાદ ગુમ થઇ છે.

વાંકાનેર પોલીસ સ્ટેશન

મોરબીના કેનાલ રોડ પરના રહેવાસી હિરેનભાઈ દિનેશભાઈ ચારોલાએ પોલીસને જાણ કરી કે, તેમની પત્ની ધરતીબેન ગત તા. ૦૬-૦૫ ના રોજ સવારે ઘરેથી કોઈને કહ્યા વગર ચાલી ગયા છે અને 10 દિવસથી હર્ષ નામના વ્યક્તિ સાથે ફોનમાં વાત કરતા હતા. જેથી તેના પત્ની સાથે હર્ષ સાથે પ્રેમસંબંધ હોવાનું મનાઈ રહ્યું છે અને પતિએ આક્ષેપ લગાવ્યો છે કે, પ્રેમસબંધના કારણે હર્ષ સાથે જતી રહી છે. A-ડીવીઝન પોલીસે પરિણીતા ગુમ થયાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

મળતી માહિતી મુજબ, અન્ય એક કિસ્સામાં વાંકાનેરના આંબેડકરનગરના રહેવાસી ભવાનભાઈ રૂપાભાઇ સોલંકીએ વાંકાનેર સીટી પોલીસમાં તેની પત્ની ગુમ થયાની ફરિયાદ કરી છે. જેમાં જણાવ્યું છે કે, ગત તા. ૨૨ના રોજ સાંજે 5 વાગ્યે તેની પત્ની ગીતાબેન સોલંકી ઘરેથી બજારમાં જવાનું કહીને જતી રહી છે અને બાદમાં તેનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસે પરિણીતા ગુમ થયાના બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details