ગુજરાત

gujarat

મોરબી શહેરમાં સન્નાટો, ઐતિહાસિક બ્રીજ તૂટતા 134નાં મૃત્યું

By

Published : Oct 31, 2022, 7:21 AM IST

Updated : Oct 31, 2022, 2:54 PM IST

મોરબીમાં તમામ સરકારી હોસ્પિટલના કર્મચારીઓની રજા રદ કરીને તાત્કાલિક ધોરણે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.(morbi bridge collapse) આ ઉપરાંત આસપાસ વિસ્તારમાં આવેલ જેટલી પણ ખાનગી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે તેના ડોક્ટરોને પણ ખાનગી હોસ્પિટલમાં હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે.

મોરબી શહેરમાં સન્નાટો, ઐતિહાસિક બ્રીજ તૂટતા 100થી વધુનાં મૃત્યું
મોરબી શહેરમાં સન્નાટો, ઐતિહાસિક બ્રીજ તૂટતા 100થી વધુનાં મૃત્યું

ગાંધીનગર: 11 ઓગસ્ટ 1979 ના દિવસે મોરબીનો મચ્છુ ડેમ તૂટ્યો હતો અને અનેક લોકોના દુઃખદ મૃત્યુ થયા હતા(morbi bridge collapse) ત્યારે આજે 43 વર્ષ બાદ ફરીથી 30 ઓક્ટોબરના રોજ મોરબી નહિ મચ્છુ નદી પર બનાવવામાં આવેલ 140 વર્ષ જૂનો બ્રિજ કે જે ખખડધજ હાલતમાં હતો તેનો રીનોવેશન કરવાનુ હતું, નવા વર્ષ એટલે કે બેસતા વર્ષના દિવસે બુધવારે 26 ઓક્ટોબરના રોજ લોકો માટે ખુલ્લો રાખવામાં આવ્યો હતો ત્યારે પાંચ દિવસ બાદ બ્રિજ વચ્ચેથી તૂટ્યો હતો અને બ્રિજ ઉપર રહેલા 400 થી વધુ લોકો નદીમાં ખાપ્યા છે અનેક લોકોના મૃત્યુના સમાચાર પ્રાપ્ત થયા છે ત્યારે રાજ્ય સરકારે પણ કમિટીની રચના કરીને તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં કુલ 134 લોકોનાં મોત નીપજ્યા છે.

મોરબી શહેરમાં સન્નાટો, ઐતિહાસિક બ્રીજ તૂટતા 132નાં મૃત્યું

હર્ષ સંઘવીએ શુ કહ્યું?: રાજ્યકક્ષાના હર્ષ સંઘવીએ મોરબી જતા પહેલા મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "ખૂબ જ દુઃખદ ઘટના બની છે, આશરે ૩૦૦ લોકો બ્રિજ ઉપર હાજર હતા. 6:30 આ ઘટના અને 6.45 ની આસપાસ જિલ્લા તંત્ર અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પહેલું દર્દી હોસ્પિટલ ખાતે 6.50 વાગે પહોંચાડવામાં આવ્યું હતું. રાજકોટ શહેર થી એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે મોરબી મોકલવામાં આવી હતી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભુપેન્દ્ર પટેલને ફોન કરીને તમામ વિગતો અને માહિતી લઈને જે કોઈપણ બચાવ કામગીરી જરૂરિયાત હોય તેમાં કેન્દ્ર સરકાર તમામ વિભાગો કઈ રીતે મદદ કરી શકે તે માટેની પણ એનડીઆરએફ ની ટીમ બીજા અન્ય વિષયોમાં પણ તાત્કાલિક ધોરણે આ તમામ લોકોને બચાવ કામગીરી ઝડપથી થઈ શકે તે માટેની પણ ચર્ચા થઈ છે."

ખાનગી હોસ્પિટલ સ્ટેન્ડ બાય: સંઘવી વધુમાં જણાવ્યું હતું કે, "મોરબીમાં તમામ સરકારી હોસ્પિટલના કર્મચારીઓની રજા રદ કરીને તાત્કાલિક ધોરણે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત આસપાસ વિસ્તારમાં આવેલ જેટલી પણ ખાનગી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે તેના ડોક્ટરોને પણ ખાનગી હોસ્પિટલમાં હાજર રહેવાની સૂચના આપી દેવામાં આવી છે."

સરકારે બનાવી કમિટી: રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે મોરબીની ઘટના ને પગલે કમિટી ની રચના કરી છે.(Morbi Hanging Bridge collapse know about complete accident) જેમાં મોરબી બ્રિજની ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની કમિટીમાં રાજકુમાર બેનીવાલ, IAS મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશન કમિશનર, કે એમ પટેલ, ચીફ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલ), આર એન્ડ બી વિભાગ, ગાંધીનગર, ડૉ. ગોપાલ ટાંક, એચઓડી સ્ટ્રક્ચરલ એન્જી, એલડી એન્જિનિયરિંગ કૉલેજ, અમદાવાદ, સંદીપ વસાવા,સચિવ માર્ગ અને મકાન અને સુભાષ ત્રિવેદી,આઈ.જી- સી.આઈ.ડી ક્રાઈમ નો સમાવેશ કરવામાં આવ્યો છે.

કેટલી હતી પુલ ની ટીકીટ: કેબલ બ્રિજ ના ટિકિટ ની વાત કરવામાં આવે તો મોટા વ્યક્તિ માટે ટિકિટ નો ભાવ પ્રતિ વ્યક્તિએ 17 રૂપિયા અને 12 વર્ષથી નાના બાળકોના ટિકિટનો ભાવ વ્યક્તિ દીઠ 12 રૂપિયા રાખવામાં આવ્યો હતો, જ્યારે આજે રવિવાર ના કારણે વધુ ભીડ હોવાના કારણે પણ આપવું હોવાની વાત સામે આવી રહી છે..

નદીમાં પાણી ઓછું કરવું પડશે:રાજ્યકક્ષાના શ્રમ અને રોજગાર પ્રધાન તથા મોરબીના સ્થાનિક ધારાસભ્ય બ્રિજેશ મેરજા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, "પુલ જે જગ્યાએ પડ્યો છે તે જગ્યાએ વધુ પાણી છે, જેથી પાણી ઓછું કરવાના પ્રયત્નો કરવા પડશે અને પાણી છોડવામાં આવશે જેથી બચાવવાની કામગીરી વધુમાં વધુ ઝડપી થઈ શકે" જ્યારે સૂત્ર તરફથી મળતી માહિતી પ્રમાણે બ્રિજ જ્યાંથી તૂટ્યો છે તે ભાગમાં 20 ફૂટ થી ઊંડું પાણી છે. જ્યારે બ્રિજેશ મેરજાએ 35 જેટલા મૃત્યુ 9 વાગ્યા સુધીમાં થયા હોવાની શક્યતાઓ ઠેરવી હતી.

કઈ ટીમ કાર્યરત: બચાવતી કામગીરી કરવામાં આવતા રાજ્ય સરકાર દ્વારા બચાવવાની કામગીરી પણ ઝડપી તૈયાર કરવામાં આવી છે.(ndrf morbi ) જે અંતર્ગત એનડીઆરએફની ત્રણ પ્લાટૂન, ઇન્ડિયન નેવીના 50 જવાનો અને એરફોર્સ ના 30 જવાનો, આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની રાજકોટ જામનગર દિવસે સુરેન્દ્રનગર થી સાત જેટલી ટીમ મોરબીમાં ઉતારવામાં આવી છે. આ ઉપરાંત એસડીઆરએફની ત્રણ તેમજ એચઆરપીની બે પ્લાન્ટોન પણ બચાવો રાહતની કામગીરી માટે મોરબી પહોંચી હતી. આ સાથે જ રાજકોટ સિવિલમાં હોસ્પિટલમાં પણ એક અલગથી વોર્ડ ઉભો કરવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદ ફાયર વિભાગના પણ સ્ટેશન ઓફિસર એક સબ ઓફિસર અને 24 ફાયરમેન સ્ટાફ સાથેની બચાવ કામગીરી માટે મોરબી જવા રવાના થયા હતા.



તમામ કાર્યક્રમો રદ:ગુજરાતી વિધાનસભાની ચૂંટણીને અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક નવેમ્બરના રોજ મહાત્મા મંદિરથી ગુજરાતની 182 વિધાનસભામાં પ્રતિ વિધાનસભા સીટ 20,000 જેટલા કાર્યકરોને વડાપ્રધાન સંબોધન કરવા નું આયોજન કર્યું હતું. પરંતુ મોરબીની ઘટના ને ધ્યાનમાં લઈને ભાજપ પક્ષ દ્વારા એક નવેમ્બર 2022 ના તમામ કાર્યક્રમો રદ કર્યા છે જ્યારે મુખ્યપ્રધાન પટેલે પણ 31 ઓક્ટોબરના કાર્યક્રમો રદ કર્યાની પણ જાહેરાત કરી છે.

Last Updated : Oct 31, 2022, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details