ગુજરાત

gujarat

મોરબી ડ્રગ્સ કેસમાં 3 આરોપીના નોંધનીય 12 દિવસના રિમાન્ડ, મકાનમાં જથ્થો રાખવાના અપાતા હતા 5 લાખ

By

Published : Nov 17, 2021, 5:43 PM IST

ગુજરાત ATS(anti terrorist squad) ટીમે મોરબીના ઝીંઝુડા ગામમાંથી(Zinzuda village of Morbi) 120 કિલો ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ ઇસમોને દબોચી લીધા બાદ આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. ATSની ટીમે 14 દિવસના રિમાન્ડની માંગણી સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, ત્યારે કોર્ટે આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

મોરબી ડ્રગ્સ કેસમાં ત્રણ આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજુર, મકાનમાં જથ્થો રાખવાના 5 લાખ આપતા હતા
મોરબી ડ્રગ્સ કેસમાં ત્રણ આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજુર, મકાનમાં જથ્થો રાખવાના 5 લાખ આપતા હતા

  • મોરબી ડ્રગ્સ કેસમાં ત્રણ આરોપીના 12 દિવસના રિમાન્ડ મંજુર
  • 600 કરોડના ડ્રગ્સ મામલે અનેક ખુલાસા થયા
  • સમસુદિનને મુદામાલ રાખવા માટે પાંચ લાખ રૂપિયા

મોરબીઃ મોરબીના ઝીંઝુડા ગામ (Zinzuda village of Morbi)માં કોઠાવાળા પીર દરગાહ પાસે આવેલ સમસુદિન હુશેનમિયા સૈયદ ઉર્ફે પીરજાદા બાપુના નવું બની રહેલ મકાનમાં જથ્થો રાખ્યો હતો જે બાતમીને પગલે ATS(anti terrorist squad) ટીમ ત્રાટકી હતી. આ મકાનમાંથી અંદાજીત 600 કરોડની કિમતનો 120 કિલો હેરોઈનનો જથ્થો(amount of heroin) જપ્ત કર્યો હતો. આરોપીઓ મુખ્તાર હુશેન ઉર્ફે જબ્બાર હાજી નુરમોહમ્મદ રાવ રહે જોડિયા જામનગર, સમસુદિન હુશેનમિયા સૈયદ રહે ઝીંઝુડા મોરબી અને ગુલામ હુશેન ઉમર ભગાડ રહે સલાયા દેવભૂમિ દ્વારકા એમ ત્રણ ઇસમોને ઝડપી લેવાયા હતા. આજે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ NDPS(Narcotic Drugs and Psychotropic Substances) કોર્ટમાં રજુ કરતા સરકારી વકીલ વિજય જાનીની દલીલોને પગલે સ્પેશ્યલ કોર્ટે 12 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. જે રેડ ATS પીઆઈ પટેલે સહિતની ટીમે કરી હતી અને વધુ તપાસ PI જાદવ આગળ વધારી રહ્યા છે.

મોરબી ડ્રગ્સ કેસમાં 3 આરોપીના નોંધનીય 12 દિવસના રિમાન્ડ, મકાનમાં જથ્થો રાખવાના અપાતા હતા 5 લાખ

ભાઈ બનાવીને ઘરમાં માલ રાખવાનું નક્કી કરાયું

ATS(anti terrorist squad) ટીમે બાતમીને આધારે સમસુદિનના ઘરે દરોડો (Raid on Samsuddin house) કર્યો ત્યારે સમસુદિન બહાર બેઠો હતો. જયારે મુખ્ય બંને આરોપીઓ માલ પેક કરી રહ્યા હતા જે ત્રણેય ઇસમોને ઝડપી ડ્રગ્સનો જથ્થો (amount of drugs) અને પેકિંગના સાધનો પોલીસે જપ્ત કરી લીધા હતાં. જે રેડમાં gujarat ats ટીમના 5 અધિકારીઓની ટીમ તેમજ મોરબી SOGની(Special Operations Group) ટીમ પણ સાથે જોડાયેલ હતી. આ ઉપરાંત ડ્રગ્સ કેસમાં મુખ્ય સુત્રધાર મનાતો જબ્બાર અને સમસુદિનની પત્નીને સાત વર્ષથી ઓળખાણ હતી બંને જોડિયા તાલુકાના વતની હતા. જેથી ઓળખતા અને આરોપી જબ્બારને સમસુદિનની પત્ની ભાઈ માનતી હતી. જે ઓળખનો લાભ લઈને સમસુદિનના ઘરમાં માલ રાખવાનું નક્કી કરાયું હતું.

ડ્રગ્સનો જથ્થો સલાયાથી આવ્યો, કેવી રીતે લાવ્યા તે દિશામાં તપાસ

આરોપીઓએ ડ્રગ્સનો મસમોટો જથ્થો દરિયાકાંઠે ઉતાર્યા બાદ સલાયા રાખી ઝીંઝુડા સુધી કેવી રીતે પહોંચાડ્યો હતો. જથ્થો ખરેખર સલાયા ઉતારી બાદમાં લવાયો હતો કે પછી મોરબી જીલ્લામાં આવતા નવલખી બંદરનો ઉપયોગ કરાયો તે દિશામાં પણ ટીમોએ તપાસ ચલાવી છે ડ્રગ્સ કેસમાં ATS ઉપરાંત સ્ટેટ અને સેન્ટ્રલ આઈબી ટીમો, કસ્ટમ અને ડીઆરઆઈ સહિતની એજન્સીઓ તપાસ ચલાવી રહી છે.

પોલીસની આંખમાં ધૂળ નાખી રુટીન અન્ય કામકાજમાં વ્યસત રહેતા

આરોપીઓ પોલીસની આંખમાં ધૂળ નાખવા રૂટીનમાં અન્ય કામકાજ સાથે જોડાયેલ હતા. જેમાં જબાર વહાણવંટો હોવાનું જયારે ગુલામ ગાડી લે વેચ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. જોકે ડ્રગ્સનું ફંડિંગ કોણ કરતુ તે તપાસનો વિષય છે. આ ઉપરાંત ડ્રગ્સ કેસમાં ત્રણ આરોપી ઝડપાયા છે જેમાંથી ઈસા રાવ નામના આરોપી હજુ ફરાર છે. આ આરોપીને ઝડપી લેવા તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે ફરાર આરોપી ઈસા રાવ જબારનો સગો હોવાનું જાણવા મળ્યું છે.

સમસુદીનને એક સપ્તાહના પાંચ લાખ આપવાનું નક્કી કરાયું

ઝીંઝુડા ગામના રહેવાસી સમસુદીનના ઘરે ડ્રગ્સનો જથ્થો છુપાવી રાખવા માટે જબાર નામના શખ્સને 5 લાખ આપવાનું નક્કી કર્યું હતું. જે એક સપ્તાહ સમસુદિનના ઘરમાં જથ્થો રાખવા બદલ પાંચ લાખ મળવાના હતા. જોકે કામ પાર ઉતરે તે પૂર્વે જ ATS ત્રાટકી હતી. જોકે સમસુદીનને પોતાના ઘરમાં ડ્રગ્સ હોય તેવી માહિતી ના હતી તેવું પણ ખુલ્યું છે.

આ પણ વાંચોઃ આ રીતે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાના આવે છે, જાણો કેવી રીતે ચાલે છે નેટવર્ક...

આ પણ વાંચોઃ શું ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ડ્રગ્સ કોરીડોર બની રહ્યો છે? જાણો ETV Bharatનો સ્પેશિયલ રીપોર્ટમાં

ABOUT THE AUTHOR

...view details