ગુજરાત

gujarat

મોરબી જિલ્લામાં મલેરિયાના કેસ વધતા આરોગ્ય વિભાગ એકશનમાં

By

Published : Sep 1, 2021, 1:42 PM IST

મોરબી જિલ્લામાં મલેરિયાના કેસ વધતા આરોગ્ય વિભાગ એકશનમાં

વરસાદી માહોલમાં અનેક સ્થળે પાણી ભરાવા તો ઘરમાં પણ ખાલી વાસણો બહાર પડ્યા હોય જેમાં વરસાદી પાણી ભરાતા મચ્છરનો ઉપદ્રવ થાય છે અને રોગચાળાનું પ્રમાણ વધે છે. મોરબી જિલ્લામાં તાવ શરદી અને મલેરિયાના રોગોએ માથું ઉચક્યું છે જેને ધ્યાને લઈને આરોગ્ય વિભાગની ટીમે કામગીરી શરુ કરી છે.

  • મોરબીમાં માથું ઉચકતો મેલેરિયાનો રોગચાળો
  • વાડી વિસ્તાર અને સિરામિક વિસ્તારમાં મલેરિયાના કેસનું પ્રમાણ વધારે
  • આરોગ્ય વિભાગે સાવચેતીના પગલાં ભરવા શરુ કર્યાં


મોરબીઃ જિલ્લામાં વરસાદ ખેચાતા રોગચાળાએ માથું ઉચક્યું હતું. તાવ શરદી અને મલેરિયા સહિતના રોગ વધુ પ્રમાણમાં હોસ્પિટલમાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી શરુ કરવામાં આવી હતી. હાલમાં 2 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેથી મચ્છરનો ઉપદ્રવ મોટા પ્રમાણમાં થતો હોય અને મચ્છર કરડવાથી તાવ, મલેરિયા સહિતના રોગોનું પ્રમાણ મોરબી જિલ્લામાં વધ્યું છે.

મોરબી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વધુ કેસ

આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે તમારા ઘરમાં કે આસપાસમાં બિનજરૂરી વાસણ, ટાયર સહિતની વસ્તુઓમાં પાણી ભરાયું હોય તો તેને ખાલી કરવું જેથી મચ્છરનો ઉપદ્રવ ન થાય. મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી જે. એમ. કતીરાએ જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં ખેતમજૂરો અન્ય રાજયોમાંથી મોરબી આવતા હોય છે તેથી મોરબી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે. હાલમાં મોરબી જિલ્લામાં મલેરિયાના વધારે કેસો જોવા મળી રહ્યાં છે. ચીકન ગુનિયા, હાથીપગા અને ટાઈફોઇડના કેસનું પ્રમાણ ઓછું છે. ખાસ કરીને વાડી વિસ્તાર અને સિરામિક વિસ્તારમાં તાવ શરદી અને મલેરિયાના કેસ વધારે જોવા મળતા જિલ્લા મલેરિયા અધિકારીને સૂચના આપવામાં આવી છે.

આરોગ્ય વિભાગની ટીમે કામગીરી શરુ કરી
ઘર ઘરે ફોગિંગ સહિતની કામગીરી ટીમો દ્વારા કરવામાં આવી રહી છે


ઘરે ઘરે ફોગિંગ, તળાવમાં માછલી નાખવી, ખાડા ખાબોચિયામાં ઓઈલ, ઝાડમાં ડીડીટી છાંટવી સહિતની કામગીરી અલગ અલગ ટીમો બનાવી કરવામાં આવી રહી છે. તો આરોગ્ય વિભાગ દ્વારા લોકો પણ અપીલ કરવામાં આવી છે કે યોગ્ય સફાઈ કરવી અને ઘરની આસપાસ કે ઘરમાં વરસાદી પાણીનો ભરાવો થવા ન દેવો. જેથી મચ્છરના ઉપદ્રવને ઘટાડી શકાય અને પરિવારમાં કોઈને પણ તાવશરદી સહિતના લક્ષણો જણાઈ આવે તો તરત જ ડોક્ટરની સલાહ લેવી.


આ પણ વાંચોઃ વડોદરામાં જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી, તેમ છતાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ વર્તાવ્યો કહેર

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસની ત્રીજી લહેર પહેલા જિલ્લામાં વાયરલ ફીવરના કેસમાં વધારો

ABOUT THE AUTHOR

...view details