ગુજરાત

gujarat

ઝૂલતો પુલ ધરાશાયી થયો, મૃત્યુ આંકમાં સતત વધારો

By

Published : Oct 31, 2022, 11:58 AM IST

મોરબીનો ઝુલતો પુલ ધરાશાયી થતાં અત્યાર સુધીમાં 132 લોકોના (Morbi Machhu river death) મૃત્યુ નિપજ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટનાને લઈને તબીબો અને નર્સિંગ સ્ટાફની સ્ટીમ સ્વૈચ્છિક હોસ્પિટલમાં હાજર રહીને કામગીરી કરી રહ્યા છે. (Julto pul collapse in Morbi)

ઝૂલતો પુલ ધરાશાયી થયો, મૃત્યુ આંકમાં સતત વધારો
ઝૂલતો પુલ ધરાશાયી થયો, મૃત્યુ આંકમાં સતત વધારો

મોરબી ઝુલતા પુલ ધરાશાયી થતા સમગ્ર દેશને (morbi bridge collapse) હચમચાવી નાખ્યો છે. આ પુલ પર અંદાજે 400 જેટલા પ્રવાસીઓ ફરવા માટે આવ્યા હતા. અચાનક ઝુલતો પુલ ધરાશાયી થતાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાને લઈને તંત્રએ તાત્કાલીક ધોરણે કામગીરી ઉપાડી હતી. આસપાસના શહેરમાંથી આર્મી, નેવી, એરફોર્સ, NDRF, ફાયર બ્રિગેડની ટીમે આખી રાત મચ્છુ નદીમાં બચાવકાર્ય ચાલુ કરી દીધી હતું. જેમાં અત્યાર સુધી અંદાજે 132 લોકોના મૃત્યુ નિપજ્યાની માહીતી મળી રહી છે.(Machhu River Morbi)

રાજ્યનું તંત્ર દોડતું થયું આ હેતુસર NDRFની 3 પ્લાટુન ઈન્ડિયન નેવીના 50 જવાનો અને (Morbi Machhu river death) એરફોર્સના 30 જવાનો આર્મી જવાનોની બે કોલમ તેમજ ફાયર બ્રિગેડની 7 ટીમ રાજકોટ, જામનગર, દીવ અને સુરેન્દ્રનગરથી અદ્યતન સાધન સાથે મોરબી જવા માટે રવાના થયા હતા. NDRFની 3 તેમજ SRPની બે પ્લાટુન બચાવ રાહત કામગીરી માટે મોરબી પહોંચી ગઈ હતી. એટલું જ નહીં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં એક અલાયદો વોર્ડ પણ સારવાર માટે ઊભો કરવામાં આવ્યો છે. હાલ રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી પાંચ ડોક્ટર અને 25 નર્સિંગનો સ્ટાફ મોરબી જવા રવાના કરવામાં આવ્યો હતો. (death in Morbi)

તબીબો સ્વૈચ્છિક હોસ્પિટલમાં હાજરમોરબીની આ ઘટનાને પગલે રાજસ્થાનમાં (Julto pul collapse in Morbi) ચાલી રહેલી રામકથા બાદ મોરારીબાપુએ મૃતકો માટે શ્રદ્ધાંજલિ પાઠવીને તેમના આત્માને શાંતિ અર્પી હતી. આ ઉપરાંત મોરબીના ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના તબીબો અને નર્સિંગ સ્ટાફની સ્ટીમ સ્વૈચ્છિક પણે સિવિલ હોસ્પિટલમાં હાજર થઈ ગઈ છે અને લોકોની સારવાર કરી રહી છે. (Morbi Civil Hospital)

ABOUT THE AUTHOR

...view details