ગુજરાત

gujarat

મોરબીની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ડોક્ટર અને દર્દીના સગા વચ્ચે છુટ્ટા હાથની મારામારી

By

Published : May 28, 2021, 9:08 AM IST

મોરબી સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડમાં ફરજ બજાવતા ડોક્ટર સાથે દર્દીના સગાંએ ઝઘડો કર્યો હતો. જોકે, દર્દીના સગાએ દર્દીના મોત મામલે સફેદ કાપલી માગી હતી, પરંતુ ડોક્ટરે દર્દી મૃત જાહેર ન થાય ત્યાં સુધી કાપલી આપવાની ના પાડી હતી. ડોક્ટરે આવું કહેતા દર્દીના સગાં ઉશ્કેરાયા હતા અને ડોક્ટર સાથે છુટ્ટા હાથની મારામારી કરી હતી. આ ઝઘડા અંગે અંગે પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ડોક્ટર અને દર્દીના સગા વચ્ચે છુટ્ટા હાથની મારામારી
મોરબીની સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં ડોક્ટર અને દર્દીના સગા વચ્ચે છુટ્ટા હાથની મારામારી

  • મોરબીમાં સિવિલ હોસ્પિટલના કોરોના વોર્ડમાં થયો ઝઘડો
  • દર્દીના સગાંએ કોરોના વોર્ડના ડોક્ટર સાથે ઝઘડો કર્યો
  • પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
  • સગાના મૃત્યુની કાપલી મામલે ડોક્ટર સાથે બોલાચાલી થઈ હતી

મોરબીઃ જિલ્લાના કાયાજી પ્લોટમાં રહેતા ડોક્ટર યશ ભરતભાઈ હિરાણીએ દર્દીઓના સગાંએ ઝઘડો કરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર, 26મેએ તેઓ કોરોનાના દર્દીઓની તપાસ કરી જરૂરી પ્રાથમિક સારવાર આપતા હતા. તે સમયે રાત્રે 10 વાગ્યાની આસપાસ દર્દી મોહમ્મદ અલારખાના સગા તેની પાસે આવીને મારા સગા મહમદને અમારે અમારા ઘરે લઈ જવા છે. અને દર્દીના મોત મામલે સફેદ કાપલી માગી હતી.

આ પણ વાંચો-દારૂના નશામાં ચકચૂર મહિલા કર્મચારીએ કર્યો પોલીસ સાથે ઝઘડો, જૂઓ વીડિયો

ડોક્ટરે દર્દી મૃત જાહેર ન થાય ત્યાં સુધી કાપલી આપવાની ના પાડી હતી

જોકે, ડોક્ટરે જ્યાં સુધી દર્દી મૃત જાહેર ન થાય ત્યાં સુધી કાપલી આપવાની ના પાડી હતી. ત્યારબાદ દર્દીનું મોત થયું હતું અને તેનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. તે સમયે દર્દીના સગાં ડોક્ટર સાથે મારામારી કરવા લાગ્યા હતા. તે સમયે હોસ્પિટલનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

આ પણ વાંચો-પતિએ છરીના ઘા મારી પત્નીની કરી હત્યા

મોરબી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી

આ સમગ્ર ઘટના દરમિયાન આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. આ બનાવ અંગે ઈન્ચાર્જ અધિક્ષકને જાણ કર્યા બાદ ફરજમાં રૂકાવટની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. મોરબી પોલીસે ફરજમાં રૂકાવટ તેમ જ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ મુજબ આરોપી સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details