ગુજરાત

gujarat

વાંકાનેરના માટેલ રોડ પરથી બોગસ ડોક્ટર ઝડપાયો

By

Published : Jan 25, 2021, 12:27 PM IST

મોરબી જીલ્લામાંથી અવારનવાર બોગસ ડોકટરો ઝડપાઈ છે ત્યારે ફરી વાંકાનેર તાલુકાના માટેલ રોડ પરથી એસઓજી ટીમે બોગસ ડોક્ટરને દબોચી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

વાંકાનેરના માટેલ રોડ પરથી બોગસ ડોક્ટર ઝડપાયો
વાંકાનેરના માટેલ રોડ પરથી બોગસ ડોક્ટર ઝડપાયો

  • કોરોના કાળમાં બોગસ ડોક્ટર ઝડપાયો
  • મેડીકલ ડીગ્રી વગર ચલાવતો હતો કલીનીક
  • એસઓજી ટીમે માટેલ રોડ પરથી એસઓજી ટીમે ઝડપી પાડ્યો

મોરબી : એક તરફ કોરોના મહામારી ચાલી રહી છે.ત્યારે લોકોના શરીર સાથે ચેડા કરનાર બોગસ ડોક્ટર મોરબીમાંથી ઝડપાયો છે.કોરોના કાળમાં ડોકટરો દર્દીઓ માટે ભગવાનરૂપ સાબિત થયા છે અને લોકો પણ ડોક્ટરોન સ્વમાન જાળવી તેનું ઠેર ઠેર સ્વાગત કરી રહ્યા છે પરંતુ મહામારી વચ્ચે પણ લોકોના જીવને જોખમમાં મૂકી અને મેડીકલ ડીગ્રી વગર પ્રેક્ટીસ કરતા ડોકટરોનો રાફડો ફાટ્યો છે.

દવા સહિત સાધનો સહિતનો જથ્થો જપત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

મોરબી જિલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચનાથી એસઓજી પીઆઈ જે એમના માર્ગદર્શન હેઠળની ટીમ પેટ્રોલીંગ દરમિયાન પ્રાથમિક હેલ્થ સેન્ટર ઢુવાના ઇન્ચાર્જ મેડીકલ ઓફિસરને સાથે રાખી વાંકાનેર તાલુકાના માટેલ રોડ અમરધામ ચોકડી પાસે પ્રયાગ ચેમ્બરમાં પટેલ કલીનીક દવાખાનામાં તપાસ કરી હતી. જેમાં કોઈપણ ડીગ્રી વગર આરોપી પ્રવીણ મનસુખ વઘાસીયા દવાખાનું ચલાવી મેડીકલ પ્રેક્ટીસ કરતો હતો. જે બોગસ ડોક્ટરને એસઓજી ટીમે દબોચી લઈને કલીનીકમાંથી દવા અને સાધનો સહિત રુ 15,655ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે.




ABOUT THE AUTHOR

...view details