ગુજરાત

gujarat

માતમના માહોલ વચ્ચે પણ ઓરેવામાં બધુ યથાવત, અધિકારીનું મૌનવ્રત

By

Published : Nov 1, 2022, 8:30 AM IST

Updated : Nov 16, 2022, 12:48 PM IST

તારીખ 30 ઑક્ટોબરના રોજ મોરબીમાં (morbi bridge collapse) થયેલી પુલ હોનારતે સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. મોરબીનો માહોલ જાણે રાતોરાત માતમમાં ફેરવાયો હોય એવા ચિત્રો સતત 24 કલાક સુધી જોવા મળ્યા છે. જેમાં ક્યાંક તંત્ર સામે તો ક્યાં સંચાલન કરતી કંપની સામે પ્રશ્નો ઊભા થાય છે. ઝુલતા પુલની મોજ માણવા જાણે કોઈએ મોતની ( bridge collapse Accident Morbi ) ટિકિટ લીધી હોય એવો અહેસાસ મૃતકોના પરિવારજનો કરી રહ્યા છે. આવા માહોલ વચ્ચે ETV BHARAT ગુજરાતી એ કંપનીના દ્વારે પહોંચ્યું જેને આ પુલની તમામ પ્રકારની જવાબદારી સરકાર પાસેથી સ્વીકારી હતી. જોઈએ એક ખાસ અહેવાલ

માતમના માહોલ વચ્ચે પણ ઓરેવામાં બધુ યથાવત, અધિકારીનું મૌનવ્રત
માતમના માહોલ વચ્ચે પણ ઓરેવામાં બધુ યથાવત, અધિકારીનું મૌનવ્રત

મોરબીઃમોરબીમાં ઝુલતા પુલની ( bridge collapse Accident Morbi ) તમામ પ્રકારની જવાબદારી ઓરેવા કંપનીને સોંપવામાં આવી હતી. આ માટેના જરૂરી કરાર પણ સરકારી ચોપડે નોંધાયેલા છે. પણ જ્યારથી આ ઘટના સામે આવી છે એ સમયથી આજ સુધી કંપનીના કહેવાતા પદાધિકારીઓ (morbi bridge collapse) મૌન બનીને બેઠા છે. કંપનીના મુખ્યાલયે જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે કંપની પરિસરમાં બધુ યંત્રવત ચાલું હતું. જાણે કોઈની મોતનો પથ્થર જેવા માણસોને કંઈ અફસોસ જ ન હોય.

માતમના માહોલ વચ્ચે પણ ઓરેવામાં બધુ યથાવત, અધિકારીનું મૌનવ્રત

પોલીસ કેસ ફાઈલઃકંપનીના જવાબદારી અધિકારીઓ સામે પગલાં લેવામાં આવ્યા છે. પોલીસે કાયદેસરની ફરિયાદ નોંધીને કામગીરી છે. આ કંપનીના મેનેજર સહિત કુલ 9 વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આ તમામ સામે કાયદેસરની પૂછપરછ શરૂ કરી દીધી છે. રૂપિયા 15ની ટિકિટ લઈને ઝુલતા પુલમાં મજા લેવા આવેલા લોકોને ક્યાં એવી ખબર હતી કે, આ ટિકિટ મોતની ટિકિટ બની જશે. હવે વાત એવી પણ સામે આવી છે કે, ઝુલતા પુલમાં એની ક્ષમતા કરતા વધારે લોકોને પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. જેના કારણે આવી સ્થિતિ ઊભી થઈ હતી.

રાજ્ય વ્યાપી શોકઃસોમવારે પણ રેસક્યુ ઑપરેશન ચાલું રાખવામાં આવ્યું હતું. જેમાં નદીમાં રહેલી ઝાડીઓ વચ્ચેથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. સમગ્ર સ્થિતિને ધ્યાને લઈને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મોરબીમાં જ ઉચ્ચ અધિકારીઓ સાથે તાત્કાલિક બેઠક યોજી હતી. એ પછી ગાંધીનગરમાં વડાપ્રધાન મોદી સાથે બેઠક થયા બાદ તારીખ તારીખ 2 નવેમ્બરના રોજ રાજ્યવ્યાપી શોક પાડવાનું એલાન કર્યું છે. હકીકત એવી પણ છે કે, જ્યારથી આ ઘટના બની છે ત્યારથી સમગ્ર મોરબી સુમશાન છે. જાણે સ્મશાન જેવી શાંતિ શહેરમાં પથરાઈ ગઈ હોય એવા ચિત્રો જોવા મળ્યા છે. મૃતકોમાં કુલ 51 બાળકોનો સમાવેશ થાય છે. મૃતકોમાં મોરબીના 100, રાજકોટના 15, જામગરના 5, કચ્છના 5, સુરેન્દ્રનગરના 4, અમદાવાદ 4 અને દ્વારકાની એક વ્યક્તિનો સમાવેશ થાય છે.

Last Updated : Nov 16, 2022, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details