ગુજરાત

gujarat

વિધાનસભા પેટાચૂંટણી: મોરબીમાં દિવ્યાંગ મતદારોને ઘરબેઠા બેલેટ પેપરથી મતદાન કરવાની વિશેષ સુવિધા અપાશે

By

Published : Oct 8, 2020, 7:04 PM IST

Updated : Oct 8, 2020, 7:38 PM IST

મોરબી વિધાનસભા પેટા ચૂંટણીની તૈયારીઓમાં ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા સૂચનો અન્વયે કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ દિવ્યાંગ મતદારોને વધુ સુવિધાઓ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં દિવ્યાંગ મતદારોને મતદાન કરવા માટે મતદાન મથકે ન જવું પડે તે માટે બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધાઓ આપવાનો નિર્ધાર કર્યો છે.

મોરબીમાં દિવ્યાંગ મતદારોને ઘરબેઠા બેલેટ પેપરથી મતદાન કરવાની વિશેષ સુવિધા અપાશે
મોરબીમાં દિવ્યાંગ મતદારોને ઘરબેઠા બેલેટ પેપરથી મતદાન કરવાની વિશેષ સુવિધા અપાશે

મોરબી: વિધાનસભા પેટા ચૂંટણીની તૈયારીઓમાં ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા સૂચનો અન્વયે કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઇ દિવ્યાંગ મતદારોને વધુ સુવિધાઓ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં દિવ્યાંગ મતદારોને મતદાન કરવા માટે મતદાન મથકે ન જવું પડે તે માટે બેલેટ પેપરથી મતદાન કરવાની સુવિધાઓ આપવાનો નિર્ધાર કર્યો છે.

બેલેટ પેપરથી દિવ્યાંગો ઘરે બેસીને મતદાન કરી શકે તે માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને દિવ્યાંગ મતદારોના નોડેલ અધિકારી અનીલાબેન પીપલીયાએ દિવ્યાંગ મતદારોને ઘરે બેઠા જ મતદાન કરવા અને તે અંગેનું રજીસ્ટ્રેશન કરાવવા માટે પ્રેરિત કર્યા હતા. દિવ્યાંગ મતદારોની જનજાગૃતિ અર્થે કેમ્પેઇન હાથ ધરવામાં આવ્યું છે.

મોરબીમાં દિવ્યાંગ મતદારોને ઘરબેઠા બેલેટ પેપરથી મતદાન કરવાની વિશેષ સુવિધા અપાશે
કોરોનાની મહામારી વચ્ચે યોજાઇ રહેલી ચૂંટણીમાં દિવ્યાંગ અને 80 વર્ષથી વધુની ઉંમરના મતદારો માટે ખાસ તકેદારીના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા આ વખતે બેલેટ પેપર દ્વારા મતદાન કરવાની સુવિધાનો ઉમેરો કર્યો છે. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને દિવ્યાંગ મતદારોના નોડેલ અધિકારી અનીલાબેન પીપલીયા દ્વારા દિવ્યાંગ મતદારોને કેમ્પેઇન દ્વારા ઘરે બેઠા જ બેલેટ પેપર દ્વારા મતદાન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.દિવ્યાંગ મતદારોને બેલેટ પેપરથી મતદાન કરવા માટે અગાઉથી સ્થાનિક BLO દ્વારા ડેમો પણ બતાવવામાં આવશે. આમ છતાં જો કોઇ દિવ્યાંગ મતદારને મતદાન મથક પર જ મતદાન કરવા જવું હોય તેમના માટે મતદાન મથક પર વ્હિલ ચેર, ઘરેથી લઇ જવા અને મુકી જવાની વાહન વ્યવસ્થા તેમજ પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવશે.

મોરબી જિલ્લામાં ૬૫-મોરબી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે આ બેઠક પર કુલ 1636 જેટલા નોંધાયેલા દિવ્યાંગ મતદારો છે. જેમાં મોરબી તાલુકામાં અસ્થિ વિષયક મતદારો ૮૦૪, દ્રષ્ટિહીન ૧૫૪, બહેરા-મૂંગા ૧૨૯, મંદબુદ્ધિ ૨૬૦ છે. જ્યારે માળીયા તાલુકામાં અસ્થિ વિષયક મતદારો ૧૮૧, દ્રષ્ટિહીન ૫૭, બહેરા-મૂંગા ૨૧, મંદબુદ્ધિ 30 જેટલા દિવ્યાંગ મતદારો નોંધાયેલા છે.

Last Updated : Oct 8, 2020, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details