ગુજરાત

gujarat

મોરબીમાં કોંગી કાર્યકર પર જીવલેણ હુમલાની ઘટનામાં 8 શખ્સો વિરુદ્ધ ફરિયાદ

By

Published : Feb 17, 2021, 4:48 PM IST

મોરબીમાં વોર્ડ નં.-1ના કોંગ્રેસના કાર્યકરના ઘરે સોમવારે જીવલેણ હુમલો કરવાના ચકચારી બનાવમાં એ ડિવીઝન પોલીસ મથકમાં આઠ શખ્સોએ સામે ફરિયાદ નોંધાઇ છે.

મોરબીમાં કોંગી કાર્યકર પર જીવલેણ હુમલો
મોરબીમાં કોંગી કાર્યકર પર જીવલેણ હુમલો

  • મોરબીમાં કોંગી કાર્યકર પર જીવલેણ હુમલો
  • ભાજપ ઉમેદવારના ભત્રીજા સહિત 8 સામે ગુનો દાખલ
  • મારામારીનો ખાર રાખી હુમલો કર્યાની ફરિયાદમાં ઉલ્લેખ

મોરબી : સોમવારે ચૂંટણીના ઉમેદવારોના ફોર્મ ચકાસણી સમયે તાલુકા સેવાસદનમાં વોર્ડ નં.-1ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાના જૂથ અને વોર્ડ નં.-1ના કોંગ્રેસના કાર્યકર કનુભાઈ લાડવાના જૂથ વચ્ચે છુટા હાથની મારામારીના બનાવ બાદ સમાધાન થયું હતું. સાંજના સમયે મોરબીના વાવડી રોડ વિસ્તારમાં આવેલી સોસાયટી પર રહેતા કોંગ્રેસ કાર્યકર કનુભાઇ ઉર્ફે કર્નલભાઈ નરસીભાઈ લાડલા અને તેમના ભાઈ હરિભાઈ નરસીભાઇ લાડલાના ઘરે સોમવારે સાંજે હથિયાર સાથે ધસી આવેલા શખ્સોએ આતંક મચાવ્યો હતો. સમગ્ર પરિવાર તેમજ આસપાસના વિસ્તારને બાનમાં લઈને કાયદો વ્યવસ્થાના જાણે ભય જ ન હોય તે રીતે આરોપીઓએ ધોકા પાઇપ જેવા હથિયારથી બન્ને ભાઈ પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી.

મોરબીમાં કોંગી કાર્યકર પર જીવલેણ હુમલો
આરોપીઓને ઝડપી પાડવા પોલીસે વધુ તપાસ હાથ ધરી

આ અંગે એ ડિવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે. જેમાં કનુંભાઈના ભાઈ હરિભાઈએ એ ડિવિઝન પોલીસ સમક્ષ મોરબી પાલિકાના વોર્ડ નં-1ના ભાજપના ઉમેદવાર અને પૂર્વ પાલિકા પ્રમુખ દેવાભાઈ અવાડિયાના ભત્રીજા, ઇમરાન જેડા અને અન્ય 6 જેટલા અજાણ્યાં શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, તેમના ભાઈ કનુભાઈ ઉર્ફે કર્નલભાઈને સવારે સેવા સદન ખાતે દેવાભાઈ સાથે માથાકુટ થઈ હતી. જેનો ખાર રાખી આરોપીઓએ તેના ઘર પર જીવલેણ હુમલો કરી બન્ને ભાઈઓને ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથકના PIBP સોનારાએ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details