ગુજરાત

gujarat

મોરબીના ઘડિયાળ ઉદ્યોગની એક કંપની બની સંર્પૂણ સ્વનિર્ભર

By

Published : Jul 2, 2020, 3:39 PM IST

ચીનથી કોરોના સમગ્ર વિશ્વમાં ફેલાયો છે અને ચીન દ્વારા ભારતની સરહદ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. જેને લઇને ચાઇનીઝ પ્રોડક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે મોરબીના ઘડિયાળમાં ચાઈનાના મુમેન્ટ લગાવવામાં આવતા હતા. તેના બદલે હવે મોરબીની સોનમ કલોક નામની કંપની દ્વારા મુમેન્ટ બનવવાની શરૂઆત કરવામાં આવી છે. જેનાથી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહેલી આત્મનિર્ભર ભારતની વાતને સમર્થન મળશે. એટલું જ નહી, પરંતુ ભવિષ્યમાં રોજગારી પણ વધશે તેવો વિશ્વાસ મોરબીના ઉદ્યોગપતિએ વ્યક્ત કર્યો છે.

ધડીયાળ ઉધોગની કંપની બની સંપૂણ સ્વનિર્ભર
ધડીયાળ ઉધોગની કંપની બની સંપૂણ સ્વનિર્ભર

મોરબી : ભારતમાં જેટલી પણ વોલ ક્લોકનું દૈનિક પ્રોડક્શન કરવામાં આવી રહ્યું છે તે તમામ ઘડિયાળમાં મોટાભાગે ચાઈનાથી ઈમ્પોર્ટ કરવામાં આવેલા મુમેન્ટ એટલે કે ઘડિયાળનું હાર્ટ મશીન લાગતું હતું. જો કે, મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલી સોનમ કલોક કંપની દ્વારા મોરબીમાં ઘડિયાળની સાથો સાથ તેના હાર્ટ સમાન મુમેન્ટનું પ્રોડક્શન પણ મોરબીમાં શરૂ કરી દેવામાં આવ્યું છે અને દિવસેને દિવસે તેનું પ્રોડક્શન વધી રહ્યું છે અને ચાઇનીઝ પ્રોડક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે જો ઘડિયાળમાં લગતા ચાઈનાના મુમેન્ટ બંધ કરવામાં આવશે તો ભારતમાં જેટલા પણ મુમેન્ટની જરૂરિયાત હશે તેટલો માલ આપવાની મોરબીના આ ઉદ્યોગપતિએ તૈયારી દર્શાવી છે.

ઘડિયાળ ઉદ્યોગની કંપની બની સ્વનિર્ભર :

  • વોલ પ્રોડક્શનમાં મોટાભાગે ચાઇનાથી ઇમ્પોર્ટ કરવામાં આવેલું મશીન લાગતું હતુંં, પરંતુ હવે તે નહી લાગે
  • હવેથી સોનમ ક્લોક કંપની ઘડિયાળનું હાર્ટ બનાવશે
  • જરૂરિયાત મુજબનો તમામ માલ આપવાની ઉદ્યોગપતિની તૈયારી
  • ભારત દેશની 90 ટકા ઘડિયાળ મોરબીમાં તૈયાર થાય છે


હાલમાં ભારત દેશમાં જેટલી વોલ ક્લોક બને છે. તેમાંથી અંદાજે 90 ટકાથી વધુ વોલ કલોક વર્ષોથી મોરબી શહેર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા નાના મોટા યૂનિટમાં બને છે. જો કે, આ ક્લોકનું હાર્ટ એટલે કે મશીન અત્યાર સુધી ચાઈનાથી આવતું હતું પણ હાલમાં મોરબી નજીક આવેલા સોનમ કલોક કંપની દ્વારા ઘડિયાળના હાર્ટ એટલે કે મુમેન્ટનું પ્રોડક્શન શરૂ કરી દેવામાં આવ્યું છે. ધીમે-ધીમે ભારતનું 30 ટકા જેટલું માર્કેટ આ કંપની દ્વારા સર કરી લેવામાં આવ્યું છે, પરંતુ હાલમાં ઘણા કારખાના બંધ હોવાથી મુમેન્ટની માગ ઓછી છે. જો કે, ચાઈનાથી આવતા મુમેન્ટમાં કોઇપણ પ્રકારની ગેરંટી આપવામાં આવતી નથી તેની સામે આ કંપની દ્વારા મશીનમાં ગેરંટી આપવામાં આવે છે. એટલું જ નહી કોઈ ગ્રાહક કે વેપારીને મશીનમાં પ્રોબ્લેમ હોય તો તેને પીસ ટુ પીસ બદલી આપવામાં આવે છે. જેથી કરીને મોરબી, દિલ્હી તેમજ ભારતમાં બનતી તમામ વોલ ક્લોકમાં ભારતના મુમેન્ટ લાગે તે દિવસો હવે દુર નથી.

ધડીયાળ ઉધોગની કંપની બની સંપૂણ સ્વનિર્ભર
મોરબીમાં મુમેન્ટ બનતા હોવાથી મોટાભાગના ઉદ્યોગકારો દ્વારા ગુણવતા યુક્ત મુમેન્ટ પોતાની ઘડિયાળમાં લગાવવામાં આવી રહ્યા છે. આ કારખાનામાં મોરબી આસપાસના વિસ્તારમાં રહેતી 14,000થી વધુ મહિલાઓને રોજગારી મળી રહી છે અને ભવિષ્યમાં જો મોરબી સહીત ભારતના તમામ ઉદ્યોગકારો મોરબીના મુમેન્ટને ઉપયોગમાં લેશે તો હજુ પણ મહિલાઓની રોજગારીમાં વધારો થાય તેવી શક્યતા છે.

ABOUT THE AUTHOR

...view details