ગુજરાત

gujarat

મોરબીમાં પાન-મસાલાની કાળાબજારી રોકવા પાલિકા કચેરીએ બેઠક યોજાઈ

By

Published : Jun 4, 2020, 8:05 PM IST

કોરોનાના હાહાકાર વચ્ચે પાન માવાના વેપારમાં કાળાબજારીની ફરિયાદો ઉઠી હતી. જો કે હવે તંત્રએ છૂટ આપી છે છતાં કાળાબજારી બંધ થવાનું નામ લેતી નથી. જેથી કાળાબજારી રોકવા તંત્રએ હોલસેલના વેપારીઓ સાથે બેઠક કરીને કડક સૂચના આપી હતી અને જો કાળા બજારી બંધ નહી થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

A meeting was held in Morbi
મોરબીમાં પાન માવામાં કાળાબજારી રોકવા પાલિકા કચેરીએ બેઠક યોજાઈ

મોરબીઃ કોરોનાના હાહાકાર વચ્ચે પાનમાવામાં કાળાબજારીની ફરિયાદો ઉઠી હતી. જો કે હવે તંત્રએ છૂટ આપી છે છતાં કાળાબજારી બંધ થવાનું નામ લેતી નથી. જેથી કાળાબજારી રોકવા તંત્રએ હોલસેલના વેપારીઓ સાથે બેઠક કરીને કડક સૂચના આપી હતી અને જો કાળા બજારી બંધ નહિ થાય તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

મોરબીમાં પાન માવામાં કાળાબજારી રોકવા પાલિકા કચેરીએ બેઠક યોજાઈ
મોરબીના ઇન્ચાર્જ પ્રાંત અધિકારી ગંગાસિંગ, સીટી મામલતદાર જી.એચ. રૂપાપરા, ચીફ ઓફિસર કલ્પેશ ભટ્ટ તેમજ જીએસટી આસીસ્ટન્ટ કમિશનર અને ફૂડ વિભાગ સહિતના અધિકારીઓએ પાલિકા કચેરીએ શહેરના હોલસેલ વેપારીઓ સાથે બેઠક યોજી હતી. પાનમાવા એજન્સીના હોલસેલના વેપારીઓ તેમજ એસોશિએસન પ્રમુખ નવીનભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકમાં કાળાબજારી રોકવા પ્રાંત અધિકારી દ્વારા વેપારીઓને કડક સૂચના આપવામાં આવી હતી. કાળાબજારી થતી હોવાની ફરિયાદને પગલે જ આ બેઠક યોજવામાં આવી હતી અને બેઠકમાં વેપારીઓને કાળાબજારી બંધ કરો નહિ તો કાર્યવાહી કરાશે તેવી કડક ચીમકી આપી હતી. સાથે જ રીટેલ વેપારીઓને માલ મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. તો હોલસેલ એજન્સીઓ ખુલી રહી છે અને બાકી છે તે પણ ૨-3 દિવસમાં ખુલી જશે તો રીટેઈલ વેપારીઓને પણ કાળાબજારી ના કરવા જણાવી કાળાબજારી કરનાર વેપારીને માલ નહિ આપવાના પગલા લેવાનું નક્કી કર્યું હોવાનું બેઠકમાં ઉપસ્થિત હોલસેલ વેપારીઓએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details