ગુજરાત

gujarat

Farmers of Kutch visit Chachapar : કચ્છને લીલુછમ બનાવવા માટે 150થી વધુ ગામના ખેડૂતોએ લિધી મોરબીના ચાચાપરની મુલાકાત

By

Published : Jan 28, 2022, 8:45 AM IST

કચ્છના 150 ગામના ખેડૂતોને મોરબી તાલુકાના ચાચાપર ગામની મુલાકાતે (Farmers of Kutch visit Chachapar) આવ્યા હતા. ખેડૂતોને જલ સંગ્રહ કેવી રીતે કરાય જેથી આખું વર્ષ પાણી કેવી રીતે ચાલે તેના માટે પદ્ધતિ સમજાવવામાં આવી હતી. આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા ખેડૂતોને જળ સંગ્રહ માટે પ્રોત્સાહિત કરવા મસમોટા ઇનામ પણ આપવામાં આવે છે. ત્યારે આવો જોઈએ ખેડૂતોને જલ સંગ્રહ માટેના વિશેષ અભિયાન વિશેનો ખાસ અહેવાલ.....

Farmers of Kutch visit Chachapar : કચ્છને લીલુછમ બનાવવા માટે 150થી વધુ ગામના ખેડૂતો મોરબીના ચાચાપરની મુલાકાતે
Farmers of Kutch visit Chachapar : કચ્છને લીલુછમ બનાવવા માટે 150થી વધુ ગામના ખેડૂતો મોરબીના ચાચાપરની મુલાકાતે

મોરબી: કચ્છ જિલ્લામાં વરસાદી પાણી રોકવા અને જમીનમાં ઉતારવા માટે ગ્લોબલ કચ્છ અભિયાન (Global Kutch Campaign) ચાલુ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ફર્સ્ટ ફેઝમાં કચ્છના અબડાસા, નખત્રાણા, નલિયા તાલુકાના 150થી વધારે ગામડામાં પાણીનો સંગ્રહ કરવાની ઝુંબેશ ચાલુ કરેલી છે. જે અભિયાન અંતર્ગત તળાવો ઉંડા કરવા, ચેકડેમ બનાવવા કુવા રિચાર્જ કરવા વગેરે વર્ક માટે એક હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે.

કચ્છને લીલુછમ બનાવવા માટે 150થી વધુ ગામના ખેડૂતો મોરબીના ચાચાપરની મુલાકાતે

પ્રોત્સાહિત કરવા મસમોટા ઇનામ રાખવામા આવ્યા

હરિફાઈનું આયોજનમાં પ્રથમ પ્રાઈઝ 1 કરોડ બીજું પ્રાઈઝ 50 લાખ અને ત્રીજું પ્રાઈઝ 25 લાખ રાખવામાં આવ્યું છે. ત્યારે આજથી 15 વર્ષ પહેલા પાટીદાર અગ્રણી ઓધવજી પટેલ દ્વારા મોરબીના ચાચાપર ગામ ખાતે કરોડોના ખર્ચે 6થી 7 ચેકડેમ અને ત્રણથી ચાર તળાવો ઉપરાંત કુવા રીચાર્જ માટેના કામો થયા હતા. જેની કચ્છ જીલ્લાના 150 ગામના 300થી વધુ ખેડૂતોને મુલાકાત (150 Farmers from Kutch visit Chachapar) કરવામાં આવી હતી. તેમજ જળ સંગ્રહ કેમ કરી શકાય તે વિષે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચાચાપર ગામના જલ સંગ્રહને કોઈને ખેડૂતો આશ્ચર્યચકિત થયા

ચાચાપર ગામની મુલાકાત લેનાર ખેડૂત (Farmers of Kutch visit Chachapar) જણાવ્યું હતું કે, કચ્છમાં પાણીની તંગી જોવા મળે છે. ત્યારે ખેડૂતોને જળ સંગ્રહની તાલીમ આપવા માટે ખાસ મુલાકાત યોજાઈ હતી. ચાચાપર ગામના જલ સંગ્રહ (Water Storage in Chachapar Village) જોઇને ખેડૂતો આશ્ચર્યચકિત થયા હતા. કચ્છના ખેડૂતો પણ જળ સંગ્રહ કરશે જેથી બારેમાસ પાણી મળી રહે અને ખેડૂતો સારું ઉત્પાદન મેળવી શકે. ચાચાપર ગામના આગેવાનોએ જણાવ્યું હતું કે, કચ્છના ખેડૂતોને જળ સંગ્રહ (Water Storage in Kutch) વિશે અવગત કરાવીને તેમને સમૃદ્ધિનો માર્ગ તરફ લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં વિવિધ સંસ્થાઓ અને ખાસ કરીને ઓરેવા ગ્રુપના એમ.ડી.એ ઉત્સાહ દાખવીને ખેડૂતોની મુલાકાત કરાવી હતી.

આ પણ વાંચોઃ Farmres Of kutch: આખરે કચ્છના ખેડૂતો થયા રાજી, ખેડૂતોએ સરકારના નિર્ણયને આવકાર્યો

કચ્છમાં જળ કટોકટી નિવારવા માટે તમામ સંસ્થાઓ આગળ આવી

આમ આ વિઝીટમાં “જળ સંગ્રહ" તેમજ ભુગઁભ જળની કાર્યદક્ષતામાં વધારો કરીને ખેત ઉત્પાદકતા માં કેવી રીતે વૃદ્ધિ લાવી શકાય તેની વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવ્યું હતું. આ અભિયાનમાં ઘણી બધી સંસ્થાઓ જોડાયેલી છે. કાંડા બોમ્બે, બ્રહ્માકુમારી, આર્ટ ઓફ લિવિંગ, કચ્છી સમાજ, ઓરેવા ગ્રુપ સહિત ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે કાર્ય કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Mangrove Trees In kutch: કચ્છ જિલ્લામાં ચેરિયાની સંખ્યામાં વધારો, વન અને પર્યાવરણ મંત્રાલયે જાહેર કર્યો રિપોર્ટ

ABOUT THE AUTHOR

...view details