ગુજરાત

gujarat

મોઢેરા ખાતે એક દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવ સમાપન

By

Published : Jan 24, 2021, 12:26 PM IST

Updated : Jan 24, 2021, 12:42 PM IST

મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ 2021નું દર વર્ષની જેમ સંગીત નૃત્ય અને સંસ્કૃતિના સમન્વય સાથે આબેહૂબ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કથ્થક મણીપુરી અને ભરત નાટ્યમ સહિતના નૃત્યોની રજુઆત લઈ વિવિધ પ્રદેશના કલાકારો જોડાયા હતા.

ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન
ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન

  • મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ 2021નું સમાપન
  • મુખ્યપ્રધાન રૂપાણીએ ઈ લોન્ચિંગ કર્યું, એક દિવસીય મહોત્સવ યોજયો
  • કલાકારોનું કલા પ્રદર્શન અને સૂર્ય મંદિરની રોશની જોઈ શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા
    મોઢેરા ખાતે એક દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું સમાપન

મહેસાણા : જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે ઉત્તરાર્ધ મહોત્સવ 2021નું દર વર્ષની જેમ સંગીત નૃત્ય અને સંસ્કૃતિના સમન્વય સાથે આબેહૂબ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કથ્થક મણીપુરી અને ભરત નાટ્યમ સહિતના નૃત્યોની રજુઆત લઈ વિવિધ પ્રદેશના કલાકારો જોડાયા હતા. ગુજરાત રમત ગામત અને કલા સાંસ્કૃતિક વિભાગ દ્વારા આ વખતે કોરોના ગાઈડ લાઈનની તકેદારી રાખી એક દિવસીય આયોજન કરાયું હતું. રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા કાર્યક્રમનું ઈ લોન્ચિંગ કરી સૂર્યમંદિરના ઇતિહાસ અને સંસ્કૃતિનું ગૌરવ વ્યક્ત કરતા આ મહોત્સવની ઉજવણી માટે શુભેચ્છા પાઠવતા કલાકારોને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

ભરત નાટ્યમ સહિતના નૃત્યોની રજુઆત લઈ વિવિધ પ્રદેશના કલાકારો જોડાયા

મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન સહિતના મહાનુભાવો રહ્યા ઉપસ્થિત

મુખ્યપ્રધાન રૂપાણીએ ઈ લોન્ચિંગ કર્યું, એક દિવસીય મહોત્સવ યોજયો
કલાકારોનું કલા પ્રદર્શન અને સૂર્ય મંદિરની રોશની જોઈ શ્રોતાઓ મંત્રમુગ્ધ થયા

આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન અને રમતગમત પ્રધાન સહિતના મહાનુભાવો જોડાયા હતા.મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ કલાકારોનું સ્વાગત અને અભિવાદન કરી સન્માન કરવામાં આવ્યું હતું. મોઢેરા સૂર્યમંદિર રોશની અને કલાકારોની કલાકૃતિ થી સોનામાં સુગંધ ભળે તેમ સુશોભિત થતા મનમોહક દ્રશ્યો થી શ્રોતાઓએ ભરપૂર આનંદ માણ્યો હતો. તો વિવિધ પ્રદેશ થી પોતાની આગવી રજુઆત સાથે કલા પ્રર્દશન કરવા આવેલા કલાકારોએ પણ મોઢેરા સૂર્યમંદિર ખાતે કલા પ્રદર્શિત કરી ગૌરવ સાથે ખુશીની લાગણી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો :

Last Updated : Jan 24, 2021, 12:42 PM IST

ABOUT THE AUTHOR

...view details