ગુજરાત

gujarat

કોંગ્રેસની બહુમતી છતાં રાજકીય ડ્રામાં વચ્ચે ભાજપે સત્તા હડપી લીધી

By

Published : Mar 20, 2021, 6:19 PM IST

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં કોગ્રેંસની 8 બેઠકો, ભાજપની 7 બેઠકો અને અન્યની 1 બેઠક આવી હતી. જો કે, પ્રમુખ-ઉપપ્રમુખની વરણી સમયે જ રાજકીય દાવપેચ રમી કોંગ્રેસના ઉમેદવારની પોલીસ દ્વારા અટકાયત કરાવી મત ન આપવા દેવાનો આક્ષેપ ભાજપ પર કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો હતો. તથા અપક્ષનો ટેકો લેતા સતલાસણા તાલુકા પંચાયતને હડપી લીધી હતી.

પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

  • ભાજપે સત્તા મેળવવા રાજકીય દાવ રમી અટકાયત કરાયાના આક્ષેપો ઉઠાવ્યા
  • અટકાયત થતા મત ન આપી શકનાર સદસ્ય કાયદાકીય પગલાં ભરવા તૈયાર
  • કોંગ્રેસની બહુમતી છતાં રાજકીય ડ્રામાં વચ્ચે ભાજપે સત્તા હડપી લીધી

મહેસાણા: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ તાલુકા પંચાયતના પ્રમુખો અને ઉપપ્રમુખોની વરણી કરવામાં આવી છે. સતલાસણા તાલુકા પંચાયતમાં 16 બેઠકો પૈકી 7 ભાજપ અને 8 કોંગ્રેસ, 1 અપક્ષને ફાળે ગઈ હતી. કોંગ્રેસ સત્તા પર આવે તેવો ભય ભાજપ પર છવાયેલો હતો. પ્રમુખ-ઉપપ્રમુખની વરણી સમયે કોંગ્રેસના ઉમરેચા બેઠકના સદસ્ય મતદાન કરવા પહોંચે તે પહેલાં પોલીસે તેમની દૂધ મંડળીમાં થયેલ ઊંચાપત કેસ મામલે અટકાયત કરી મતદાન કરવા દીધું નહોતું. જેથી અપક્ષનો ટેકો લેતા ભાજપે સતલાસણા તાલુકા પંચાયતને હડપી લીધી હતી.

પ્રમુખ-ઉપપ્રમુખની વરણી

આ પણ વાંચો : વાપી તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની વરણી કરવામાં આવી

રાજકીય ડ્રામા વચ્ચે સતલાસણા પંચાયતમાં ભાજપ સામે કોંગ્રેસના આરોપ

મહેસાણા જિલ્લામાં આવરલ સતલાસણા તાલુકા પંચાયતમાં મતદારોએ 16 બેઠકોમાંથી 8 કોંગ્રેસ અને 7 ભાજપ તો 1 બેઠક અપક્ષને આપી હતી. ત્યાં બેઠકો અને મતદારોનો ઈશારો કોંગ્રેસનું શાસન સતલાસણા તાલુકા પંચાયતમાં સ્થપાય તેવો જોવા મળ્યો હતો. જો કે, પ્રમુખ-ઉપપ્રમુખની વરણી સમયે જ રાજકીય દાવપેચ રમી કોંગ્રેસના ઉમેદવારની પોલીસ દ્વારા અટકાયત કરાવી મત ન આપવા દેવાનો આક્ષેપ ભાજપ પર કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : વડોદરા જિલ્લા પંચાયતમાં મળેલી સામાન્ય સભામાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઇ

ભાજપ અને સરકાર લોકશાહીની હત્યા કરી સમુખત્યારશાહી ચલાવે

કોંગ્રેસ દ્વારા ભાજપ અને સરકાર લોકશાહીની હત્યા કરી સમુખત્યારશાહી ચલાવતી હોવાના પણ આરોપો મુકવામાં આવ્યા છે. સમગ્ર રાજકીય ડ્રામા વચ્ચે સતલાસણા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થઈ છે.

ABOUT THE AUTHOR

...view details