ગુજરાત

gujarat

મહેસાણામાં ઓબ્ઝર્વેશન હોમમાં કિશોરોનો હોબાળો, બારીના કાચ તોડી સ્ટાફને ઇજાઓ પહોંચાડી

By

Published : Mar 30, 2021, 7:33 PM IST

મહેસાણામાં આવેલા બાળ ઓબ્ઝર્વેશન હોમમાં વધુ એક વખત અંદર રહેલા બાળ કિશોરોએ કાવતરું રચીને સ્ટાફ સાથે તકરાર થતા હોબાળો મચાવ્યો હતો. જેમાં ઓબ્ઝર્વેશન હોમના અધિકારી અને સ્ટાફ સાથે બોલાચાલી કરતા કિશોરોએ બિલ્ડીંગની બારીના કાચ તોડ્યા હતા. જેમાં 7 જેટલા કિશોરોને ઈજા પહોંચતા સારવાર આપવામાં આવી છે.

મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં કિશોરોનો હોબાળો
મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં કિશોરોનો હોબાળો

  • ઓબ્ઝર્વેશન હોમના સ્ટાફ પર હુમલાનો કર્યો પ્રયાસ
  • હોબાળો મચાવીને કાચ તોડીને કિશોરોએ ખુદને નુક્સાન પહોચાડ્યું
  • 7 જેટલા ઇજાગ્રસ્ત કિશોરોને સારવાર અર્થે ખસેડાયા


મહેસાણા: બાળ ઓબ્ઝર્વેશન હોમમાં આજે વધુ એક વખત અંદર રહેલા બાળ કિશોરોએ કાવતરું રચીને સ્ટાફ સાથે તકરાર થતા હોબાળો મચાવ્યો હતો. જેમાં ઓબ્ઝર્વેશન હોમના અધિકારી અને સ્ટાફ સાથે બોલાચાલી કરતા કિશોરોએ બિલ્ડીંગની બારીના કાચ તોડ્યા હતા. જેમાં 7 જેટલા કિશોરોને ઈજા પહોંચતા સારવાર આપવામાં આવી છે.

ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ દોડી આવી

મહેસાણા ઓબ્ઝર્વેશન હોમમાં કિશોરાવસ્થામા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોને રાખવામાં આવે છે. જોકે, તેમની ઉંમર નાની હોવાથી અને ઝનુની માનસિકતા હોવાને લઇને કેટલીક વાર ભૂતકાળમાં અધિકારી સહિત સ્ટાફ સાથે કિશોરોએ હુમલો કર્યો હોવા સહિતની ઘટનાઓ સામે આવી છે. ત્યારે વધુ એક વાર હોબાળો થતા મહેસાણા બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને ઇજગ્રસ્તોને સારવાર માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી આરંભી હતી.

ABOUT THE AUTHOR

...view details