ગુજરાત

gujarat

ઉત્તરાયણ બાદ લટકતી કાતિલ દોરી પક્ષી બચાઓ અભિયાન સાથે કેકનું પ્રોત્સાહન

By

Published : Jan 17, 2021, 3:44 PM IST

Save the Bird campaign
Save the Bird campaign

ઉત્તરાયણના તહેવાર અને તેની બાદ પણ દોરીને કારણે હજારો પક્ષીઓના મોત થાય છે. ત્યારે મહેસાણાના વિસનગર ખાતે ઉત્તરાયણ બાદ લટકતી કાતિલ દોરીથી પક્ષીને બચાવવા માટે એક બેકરી માલિકે અનોખું અભિયાન શરૂ કર્યું છે. તે આ કાતિલ દોરીના વજન જેટલી કેક આપીને લોકોને આ પક્ષી બચાવો અભિયાનમાં જોડાવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે.

  • એક વેપારીએ પક્ષીઓ માટે જીવ દયા દાખવી કર્યો અનોખો પ્રયાસ
  • કેક માટે નાના બાળકો જોખમી દોરીઓ એકત્ર કરી રહ્યા છે
  • 250 કિલોથી વધારે જોખમી દોરીઓ દૂર કરાઈ
  • ઉત્તરાયણ પર પક્ષીઓ બચાઓ અભિયાનને સાચી દિશામાં વેગ મળ્યો
    એક વેપારીએ પક્ષીઓ માટે જીવ દયા દાખવી કર્યો અનોખો પ્રયાસ

મહેસાણા : જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર પર મનોરંજન સાથે કાતિલ દોરીનો કહેર પણ વર્તાયો છે. જેમાં 150થી વધુ વ્યક્તિઓ અને 250 જેટલા પક્ષીઓ પતંગની દોરીનો શિકાર બન્યા છે. જેમાં કોઈ ગંભીર ઇજાઓ પામ્યું છે, તો કેટલાક પક્ષીઓના મોત થયા છે. ત્યારે ઉત્તરાયણ બાદ પણ તાર વાડ કે છત અગાસી પર લટકતી બિનજરૂરી દોડીના ગૂંચળા પક્ષીઓ માટે ખતરો સાબિત થતા હોય છે. જેને લઈ પક્ષી બચાઓ અભિયાનને વેગ આપતા ઉત્તરાયણના દિવસથી એક બેકરીના વેપારીએ અનોખી જાહેરાત કરી પક્ષીઓના રક્ષણ કાજે પ્રયાસ કર્યો છે.

ઉત્તરાયણ બાદ લટકતી કાતિલ દોરી પક્ષી બચાઓ અભિયાન સાથે કેકનું પ્રોત્સાહન

250 કિલો ઉપરાંત જોખમી દોરી અને દોરીના ગૂંચળા લોકો લઈ આવ્યા

આ વેપારી દ્વારા કોઈને પોતાના ઘરે કે જાહેર સ્થળએથી જોખમી દોરીને ભેગી કરી બેકરી પર લાવી આપવામાં આવે, તો દોરીના વજન સામે કેક આપવાનું આયોજન કર્યું છે. જેના પરિણામે રવિવારે આ બેકરી પરથી અંદાજે 250 કિલો ઉપરાંત જોખમી દોરી અને દોરીના ગૂંચળા લોકો લઈ આવ્યા છે. જેમાં ખાસ નાના બાળકોએ પણ પક્ષી બચાવો અભિયાનમાં સહભાગી બનીને આ જોખમી દોરી જમા કરાવીને બાળકોને પ્રિય એવી કેકની મજા માણી છે.

250 કિલોથી વધારે જોખમી દોરીઓ દૂર કરાઈ

પક્ષી બચાવવા અભિયાનમાં વેપારીએ પ્રોત્સાહન પૂરું પાડ્યું

બ્રેકરી સંચાલકના આ અનોખા પ્રયાસથી રવિવારે 250 કિલો જેટલી જોખમી દોરીઓ ભેગી કરવામાં આવી છે. જેનો યોગ્ય નિકાલ કરવામાં આવશે. આ સાથે સંચાલકે પોતાનો બેકરીનો ધંધો હોવાથી પ્રોત્સાહન રૂપે કેક આપવાનું જાહેર કર્યું હતું. જેની સામે પક્ષીઓના રક્ષણ માટેની મોટી સફળતા મળે તેવો અનોખો પ્રયાસ કર્યો છે.

કેક માટે નાના બાળકો જોખમી દોરીઓ એકત્ર કરી રહ્યા છે

ABOUT THE AUTHOR

...view details