ગુજરાત

gujarat

બહુચરાજીમાં 800 જેટલા કૂકડા ભરીને જતા 2 વાહનો ઝડપાયા

By

Published : Jul 17, 2019, 12:02 PM IST

મહેસાણા: જિલ્લાના બહુચરાજી પંથકમાં પરપ્રાંતિય સહિત જુદા-જુદા વર્ણ અનેે વર્ગના વસવાટ કરતાં લોકોની સંખ્યા સારા એવા પ્રમાણમાં છે. ત્યારે તેનો ફાયદો ખાનગી ફેક્ટરીઓએ લીધો છે. તે વિસ્તારમાં માંસાહારનો વેપાર ફુલ્યો ફાલ્યો છે.

બહુચરાજીમાં 800 જેટલા કુકડા ભરી જતા ઝડપાયા 2 વાહનો

મળતી માહિતી મુજબ, બહુચરાજી યાત્રા ધામ ખાતે શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઈ રહી છે. તેવા સંજોગોમાં બહુચરાજી ખાતેથી પસાર થતા 2 લોડિંગ વાહનોમાં 800થી વધુ કુકડા ભરી કોઈ જગ્યાએ લઈ જતા અટકાવી ગામના યુવાનોએ બન્ને વાહનોને પોલીસ હવાલે કર્યા છે.

બહુચરાજીમાં 800 જેટલા કુકડા ભરી જતા ઝડપાયા 2 વાહનો

જ્યા પોલીસે બન્ને વાહનોમાંના કૂકડાઓને બહુચરાજી મંદિર ખાતે આવેલી વલ્લભભટ્ટની વાવમાં છોડી મુક્ત કર્યા હતા. પોલીસ અને યુવાનોની આ કામગીરીથી શ્રદ્ધાળુઓએ આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું કે, આખરે માં બહુચરનું વાહન કૂકડો માતાજીના શરણમાં સલામત થયા તે જાણીને આંનદ થયો છે.

Intro:બેચરાજીમાં 800 જેટલા કુકડા ભરી જતા બે વાહનો ઝડપાયા..!

મહેસાણા જિલ્લાના બેચરાજી પંથકમાં વિશાળ જમીન વિસ્તાર આવેલો છે જ્યાં ફાયદો લેતા ખાનગી ફેકટરીઓ ઉભી કરી દેવામાં આવી છે જ્યાં પરપ્રાંતીય સહિત ભિન્ન ભિન્ન વર્ણ અને વર્ગના લોકો વસવાટ કરતા થયા છે ત્યાં રહેતા લોકોની ખોરાકી જરૂરિયાતો પણ ભિન્ન ભિન્ન છે ત્યારે છેલ્લા કેટલાક સમય થી આ વિસ્તારમાં માન્સ મટન ઈંડા સહિતના માંસાહારનો વેપોલો ફુલ્યો ફાલ્યો છે કે બેચરાજી યાત્રા ધામ ખાતે શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી પણ દુભાઈ રહી છે તેવા સંજોગોમાં બેચરાજી ખાતે થી પસાર થતા બે લોડિંગ વાહનોમાં 800 થી વધુ કુકડા ભરી કોઈ જગ્યાએ લઈ જાવતા અટકાવી ગામના યુવાનોએ બન્ને વાહનોને પોલીસ હવાલે કર્યા છે જ્યાં પોલીસે બન્ને વાહનોમાં ના કુકડાઓને બેચરાજી મંદિર ખાતે આવેલ વલ્લભભટ્ટ ની વાવમાં છોડી મુક્ત કર્યા છે ત્યાં પોલીસ અને યુવાનોની આ કામગીરી થી શ્રદ્ધાળુઓ એ આનંદ વ્યક્ત કરતા આખરે માં બહુચરનું વાહન કૂકડો માતાજીના શરણમાં સલામત થયા છે જની પણ ખુશી વ્યક્ત કરી છે

રોનક પંચાલ, ઇટીવી ભારત, મહેસાણાBody:....Conclusion:....

ABOUT THE AUTHOR

...view details