ગુજરાત

gujarat

મોઢેરા બેચરાજી રોડ પર વૃક્ષ પડીને બાઈક સાથે ટકરાતા અકસ્માત સર્જાયો, પિતા-પુત્રનું મોત

By

Published : Oct 4, 2020, 10:40 PM IST

મહેસાણા જિલ્લાના બેચરાજી મોઢેરા રોડ પર એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બાઇક પર જતાં બે સવારો પર રસ્તામાં જ એકાએક વૃક્ષ ધરાશાહી થતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બે લોકોના મોત નિપજ્યા છે.

પિતા-પુત્રનું મોત
પિતા-પુત્રનું મોત

  • મોઢેરા બેચરાજી હાઇવે રોડ ઉપરની ઘટના
  • બાઈક ઉપર જઈ રહેલા પિતા-પુત્ર ઉપર વૃક્ષ ધરાશાઈ થતા બંનેનું ઘટના સ્થળે મોત
  • મોઢેરાથી દેલવાડા ગામ તરફ જતા હતા પિતા-પુત્ર
  • અચાનક વૃક્ષ પડતા બંનેનું ઘટના સ્થળે મોત
  • પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી શરૂ કરી તપાસ
  • મૂળ દેત્રોજ તાલુકાના રતનપુર ગામના નરસંગ સોલંકી અને તેમના પુત્ર ભૂપત સોલંકી થરાના વડા જતા હતા ત્યારે બની દુર્ઘટના
  • અકસ્માતની ઘટના સીસીટીવીમાં થઈ કેદ
  • બન્ને પિતા પુત્રના ઘટન સ્થળે થયા મોત
  • બાઈક પર વૃક્ષ પડતા બન્ને રોડ પર પટકાયા હતા

દેત્રોજઃ તાલુકાના રતનપુર ગામે રહેતા નરસંગભાઈ સોલંકી પોતાના પુત્ર સાથે બાઇક પર થરા જવા માટે નીકળ્યા હતા. ત્યારે મહેસાણાના બેચરાજી મોઢેરા હાઇવે પર પસાર થતા હતા, ત્યાં અકસ્માતની ઘટના બનવા પામી હતી. રસ્તામાં એકાએક એક વૃક્ષ ધરાશાહી થતા તેમનું બાઇક વૃક્ષ સાથે અથડાયુ હતું. બાઇક અથડાતા બન્ને પિતા-પુત્ર રસ્તા પર પટકાયા હતા. જેને પગલે ગંભીર રીતે ઇજાઓ પામતા બન્નેના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હોવાની માહિતી સામે આવી છે. ત્યારે સમગ્ર ઘટના મામલે પોલીસ દ્વારા ઘટના સ્થળની મુલાકાત લઈ બન્ને મૃતકોના વાલી વારસાને બનાવ અંગે જાણ કરતા મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે.

મોઢેરા બેચરાજી રોડ પર વૃક્ષ પડતાની સાથે બાઇક ટકરાતા માર્ગ અકસ્માત, પિતા-પુત્રનું મોત

મહત્વનું છે કે કેટલીક ઘટનાઓ સાંભળવા કરતા જોયા બાદ વધુ અચરજ પમાડી જાય છે. તેમ આ બાઇક અકસ્માતની ઘટના પણ નજીકમાં લગાવેલ CCTV કેમેરામાં કેદ થતા અકસ્માતના જીવંત દ્રશ્યો સામે આવ્યા છે. જેમાં વૃક્ષનું પડવું અને બાઈકનું પસાર થવું જાણે કે કુદરતી સંજોગ બન્યો હોવાનું સ્પષ્ટ કરી રહ્યું છે.

મોઢેરા બેચરાજી રોડ પર વૃક્ષ પડતાની સાથે બાઇક ટકરાતા માર્ગ અકસ્માત, પિતા-પુત્રનું મોત

ABOUT THE AUTHOR

...view details