ગુજરાત

gujarat

વિસનગરના કાંસા એન.એ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, રજૂઆતો છતાં કોઈ નિકાલ નહીં!

By

Published : Aug 10, 2020, 2:14 PM IST

વિસનગરમાં ભારે વરસાદથી કાંસા એન.એ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. જેમાં અનેક રજૂઆતો છતાં કોઈ નિકાલ કરવામાં આવતો નથી. જો કે, વહેલી તકે પાણીના ભરાવાનો નિકાલ કરવામાં આવે તો આ વિસ્તારના રહીશોને દુર્ગંધ અને દૂષિત પાણીના ભરાવાથી મુક્તિ મળી શકે છે.

mehsana
વિસનગરમાં ભારે વરસાદ

મહેસાણા: જિલ્લામાં વરસાદી સિસ્ટમ હવે સક્રિય બની છે, ત્યાં જિલમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વિસનગર તાલુકામાં વરસેલા સામન્ય વરસાદમાં જ કાંસા એન.એ. વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારમાં આવેલ વિનયનગર પુષ્પકુંજ, બાલાજીનગર અને શિવમ, વિજયનગર સહિતની 9 જેટલી સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

વિસનગરના કાંસા એન.એ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા, અનેક રજૂઆતો છતાં કોઈ નિકાલ નહિ.!

આ વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસતા જ પાણી રહીશોના ઘર આંગણે ઘુસી જાય છે. તેમજ નજીકથી પસાર થતા માર્ગની ગટરોના દૂષિત પાણી પણ રિવસર થઈ આ સોસાયટીઓમાં ઘૂસી આવે છે. આમ દૂષિત પાણી પણ વરસાદી પાણીમાં ભળી ભરાવો થતા દુર્ગંધ અને રોગચાળાનો ખતરો આ વિસ્તારમાં વધી રહ્યો છે, ત્યારે રહીશો દ્વારા સ્થાનિક આગેવાનોને રજુઆત કરી તંત્રને જાણ કરવામાં આવી છતાં વિસ્તારમાં ભરાતા પાણીના નિકાલ માટે કોઈ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી. જેને પગલે હાલમાં આ વિસ્તારના લોકો ઘરમાં જ ભરાઈ રહેવા મજબૂર બન્યા છે.

જો કે, વહેલી તકે પાણીના ભરાવાનો નિકાલ કરવામાં આવે તો આ વિસ્તારના રહીશોને દુર્ગંધ અને દૂષિત પાણીના ભરાવાથી મુક્તિ મળી શકે છે.

ABOUT THE AUTHOR

...view details