ગુજરાત

gujarat

મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય પોષણ માહ અંતર્ગત પોષણ સલાડ તૈયાર કરાયા

By

Published : Sep 25, 2020, 11:33 AM IST

દર વર્ષે સપ્ટેમ્બર માસને ‘રાષ્ટ્રીય પોષણ માહ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ રાજય સરકાર દ્વારા ગુજરાતમાં કુપોષણમાં ઘટાડો થાય અને સ્વસ્થ અને તંદુરસ્ત બાળક આવતીકાલનું ભવિષ્ય બને તે માટે ‘પોષણ માહ’ ની ઉજવણી કરવામાં આવે છે. મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય.દક્ષિણ અને પ્રોગ્રામ ઓફિસર ગૌરીબેન સોલંકીના માર્ગદર્શનથી લાડોલ સેજા-ઘટક કુકરવાડાની બહેનો દ્વારા અનોખુ અને આર્કષક પોષણ સલાડ તૈયાર કરવામાં આવ્યું છે.

પોષણ માહ
પોષણ માહ

મહેસાણા : પોષણ સપ્તાહ માસ અંતર્ગત વિવિધ પધ્ધતિઓ દ્વારા નાગરિકોમાં જાગૃતિ આવે તે માટે આંગણવાડની બહેનો દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. મહેસાણા જિલ્લાની લાડોલ સેજાની બહેનો દ્વારા સુંદર, આર્કષક અને સ્વાસ્થયવર્ધક પોષણ સલાડ બનાવ્યું હતુ. આ પોષણ સલાડ કાકડી,ટામેટા,કાચુ પપૈયા,ડુંગળી,મરચાં સહિત વિવિધ પ્રકારની વસ્તુઓથી પોષણ સલાડ તૈયાર કરાયા છે.


આ બેહનો દ્વારા તૈયાર કરેલા પોષણ સલાડ આર્કષક હોવાના કારણે નાગરિકોમાં પણ જાગૃતિ આવી છે. સલાડ એ પૌષ્ટિક આહાર ગણવામાં આવે છે. જિલ્લામાં નાગરિકોમાં પોષણ અંગે જાગૃતિ આવે તે માટે બેહનો દ્વારા આ પ્રકારના અનેકવિધ પ્રયાસો થઇ રહ્યા છે જેમાં લાડોલ સેજાની બહેનો દ્વારા કરેલ પ્રયાસ પ્રશંસનીય છે.

ABOUT THE AUTHOR

...view details