ગુજરાત

gujarat

મહેસાણા DSP અને કલેક્ટરે કોરોના વેક્સિન લીધી

By

Published : Feb 2, 2021, 9:35 PM IST

દેશમાં કોરોનાની રસી ફ્રન્ટલાઇન વર્કર્સને આપવામાં આવી રહી છે. ત્યારે કોવિડ વેક્સિનેશનના બીજા તબક્કાનો મહેસાણામાં જિલ્લા વ્યાપી પ્રારંભ કરવામાં આવ્યો છે.

કોરોના વેક્સિન
કોરોના વેક્સિન

  • મહેસાણામાં ફ્રન્ટ લાઈન કોરોના વોરિયર્સએ રસી લીધી
  • જિલ્લાના તમામ પોલીસ કર્મીઓને આપવામાં આવી રસી
  • જિલ્લા એડિશન કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડે પણ રસી લીધી
    મહેસાણા

મહેસાણા : જિલ્લામાં મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે નર્સીંગ સ્કુલમાં ચાલી રહેલા વેક્સિનેશન કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ડો. પાર્થરાજસિંહ ગોહિલ અને નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડે વેક્સિન લઇ અનુંકરણી પહેલ કરી હતી. આ ઉપરાંત જિલ્લા કલેકટર એચ.કે.પટેલ ઉપસ્થિત રહી ફ્રન્ટલાઇન વર્કર્સને પ્રોત્સાહિત કર્યા હતા. મહેસાણા જિલ્લામાં વેક્સિનેશના બીજા તબક્કામાં પાંચ સ્થળોએ વેક્સિનેશન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજીત 500 જેટલા ફ્રન્ટલાઇન વર્કરને કોરોના વેકસિન આપવામાં આવી હતી. આ ઉપરાંત આગામી દિવસોમાં સામુહિક આરોગ્ય કેન્દ્રો સહિત અન્ય કેન્દ્રો પર 13 હજાર જેટલા ફ્રન્ટલાઇન વર્કર્સને વેક્સીન આપી રક્ષિત કરવામાં આવશે.

જિલ્લા કલેકટર અને આરોગ્ય વિભાગનું વેક્સિનેશન માટે આગવું આયોજન

જિલ્લાના વિવિધ સ્થળોએ આરોગ્યની નિષ્ણાત ટીમો દ્વારા સફળતાપૂર્ણ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવી હતી. કોરોના વેક્સિન માટે તંત્ર સંપૂર્ણ સજ્જ છે. જિલ્લામાં વિવિધ તબક્કામાં જનસમાન્ય સુધી કોરોના વેક્સિન પહોંચે તે માટે સુચારૂ વ્યવસ્થાપન કરવામાં આવે છે. રસીકરણ થયા બાદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો પાર્થરાજસિંહ ગોહિલ અને નિવાસી અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, રસી સંપૂર્ણ સલામત અને સુરક્ષિત છે. ભારત સરકાર દ્વારા કોવિડને નાબુદ કરવા માટે રસીકરણ અભિયાન ઉપાડ્યું છે જેમાં જનસહયોગ જરૂરી છે.

વેક્સિન લેનારના નામો કોવિન સોફ્ટવેરમાં દાખલ કરાયા

વેક્સિન લેનાર ઉપભોક્તાનું કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા CO-WIN સોફ્ટવેરમાં નામાંકન કરવામાં આવ્યું હતું . વેક્સિનનો પ્રથમ ડોઝ આપ્યા બાદ દેખરેખ હેઠળ અલાયદા રૂમમાં અડધો કલાક બેસાડવામાં આવે આવ્યા હતા. મહેસાણા જિલ્લામાં રસીકરણ અભિયાન બાદ 30 જાન્યુઆરી સુધી 194 સેશનમાં 7291 લાભાર્થીઓને કોરોના વિરોધી રસી આપવામાં આવી છે, જેમાં કોઇપણ પ્રકારની આડઅસર જોવા મળી નથી.

ABOUT THE AUTHOR

...view details