ગુજરાત

gujarat

સતલાસણામાં પ્રેમીએ પરણિત પ્રેમિકાની હત્યા કરી

By

Published : May 13, 2021, 3:38 PM IST

મહેસાણાના સતલાસણા જિલ્લામાં એક પરિણીત મુસ્લિમ મહિલાના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. પોસીસ તપાસમાં પ્રેમીએ જ પ્રેમિકાની હત્યા કરી હોવાનું સામે આવ્યું.

પ્રેમીએ પરણિત પ્રેમિકાની હત્યા કરી
પ્રેમીએ પરણિત પ્રેમિકાની હત્યા કરી

  • મહેસાણામાં હત્યાની ઘટના સામે આવી
  • મહિલાના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો
  • પોલીસ તપાસમાં પ્રેમીએ હત્યા કરવાની કબૂલાત કરી

મહેસાણા : જિલ્લામાં વધુ એકવાર હત્યાની ઘટના સામે આવી છે. જેમાં જકાના સતલાસણા પંથકમાં આવેલી પર્વતની કોતરોના 7 મેના રોજ મળેલી એક પરિણીત મુસ્લિમ મહિલાના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળેલા મૃતદેહને લઈને સતલાસણા પોલીસે આત્મહત્યા કે હત્યા અંગે શંકા દર્શાવી હતી.

પ્રેમીએ પરણિત પ્રેમિકાની હત્યા કરી

મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને વધુ તપાસ હાથ ધરી હતી

મૃત્યુ અંગે ગુન્હો નોંધી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવીને વધુ તપાસ હાથ ધરી હતી. મહિલાના મોત મામલે નજીકના લોકોના નિવેદન લેતા મહિલાના મોતનું કારણ આત્મહત્યા નહિ પરંતુ હત્યા હોવાનું સામે આવ્યું હતું. તેને તેના પ્રેમીએ જ ગળે ફાંસો આપી હત્યા કરીને સમગ્ર બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કર્યો હોવાની કબૂલાત કરી છે.

આ પણ વાંચો :વાવમાં પિયર જવાની જીદ કરતી પત્નીનું ગળુ દબાવી પતિએ હત્યા કરી

અરિફા પોતાના બે સંતાન સાથે સમાજની જાણ બહાર અસલમ સાથે રહેતીમહિલાની હત્યા મામલે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મહિલા આરિફા સમશેરખાન પઠાણ હોવાની માહિતી સામે આવી હતી. મૃતક મહિલાને બે સંતાન હતા. જોકે, મહિલા પરિણીત અને બે સંતાનોની માતા હોવા છતાં તેને અસલમ નામના શખ્સ સાથે પ્રેમ સંબંધો હતા. પતિ-પત્ની વચ્ચે ખટરાગ સર્જાતા અરિફા પોતાના બે સંતાન સાથે સમાજની જાણ બહાર અસલમ સાથે સતલાસણાના વાવ ખાતે ભાડાના મકાનમાં રહેવા પહોંચી ગઈ હતી.

આ પણ વાંચો :તાપીમાં પ્રેમીએ પ્રેમિકાના પતિની હત્યા કરી

ગળે ફાંસો આપી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી

થોડાક સમય બાદ અસલમ પ્રેમિકાને પોતા સાથે રહેવા ન માંગતો હોવાથી તેને શાકભાજી લેવાના બહાને સાથે લઇ ગયો હતો. ધરોઈ રોડ પર અવાવરૂ જગ્યાએ લઈ જઈ ગળે ફાંસો આપી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. સતલાસણા પોલીસે આરોપી અસલમ દોલતખાનની ધરપકડ કરી હતી. તેની સામે પોતાની જ પ્રેમિકાની હત્યા કરી હતી. આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરવા મામલે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details