ગુજરાત

gujarat

મહેસાણામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 'રન ફોર યુનિટી'નો કરાવ્યો પ્રારંભ

By

Published : Oct 31, 2019, 1:40 PM IST

મહેસાણા: શહેરમાં ગુરૂવારે એક ભારત શ્રેષ્ઠ ભારતના નારા સાથે સરદાર પટેલની જન્મજ્યંતીની ઉજવણી કરવામાં આવી હતી. જેના અંતર્ગત નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે 'રન ફોર યુનિટી' કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.

નીતિન પટેલે 'રન ફોર યુનિટી'નો પ્રારંભ કરાવ્યો

મહેસાણામાં 'એકતા દિવસ'ની ઉજવણીના ભાગરૂપે 'રન ફોર યુનિટી'ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો પ્રારંભ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે કરાવ્યો હતો. કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાને સરદાર સાહેબને યાદ કરીને એક ભારત શ્રેષ્ઠ ભારતનો નારો લગાવી 'રન ફોર યુનિટી'નો પ્રારંભ કરાવ્યો હતો.

મહેસાણામાં નીતિન પટેલે 'રન ફોર યુનિટી'નો પ્રારંભ કરાવ્યો

કાર્યક્રમને લીલી ઝંડી બતાવનાર મહેમાન નીતિન પટેલ પણ 'રન ફોર યુનિટી' માં જોડાયા હતા. સમગ્ર યાત્રા મહેસાણાથી શરૂ કરીને મોઢેરા ચાર રસ્તા પર સ્થિત સરદાર સાહેબની પ્રતિમાને ફુલ હાર અર્પણ કરીને પૂર્ણ કરવામાં આવી હતી.

Intro:મહેસાણામાં રન ફોર યુનિટીનો નીતિન પટેલે કરાવ્યો પ્રારંભBody:મહેસાણામાં પણ આજે એક ભારત શ્રેષ્ઠ ભારત ના અભિગમ સાથે સરદાર પટેલ સાહેબની જન્મ જ્યંતી નિમિતે રન ફોર યુનિટીનો કાર્યક્રમ આયોજિત કરી ન.મુખ્યપ્રધાન નીતિન પટેલ અને મહેસાણાના સાંસદ સહિત શહેરીજનો એ મોટી સઁખ્યામાં હાજરી આપી દોડમાં જોડાયા હતા

મહેસાણા દૂધ સાગર ડેરી પાસે થી વહેલી સવારે સરકાર દ્વારા આયોજિત રન ફોર યુનિટી કાર્યક્રમમાં ના.મુખ્ય પ્રધાન નીતિન પટેલે રમતવીરો, પોલીસ જવાનો, યુવાઓ શહેરના નાગરિકો સહિત હજજારોની સઁખ્યામાં ઉપસ્થિત લોકોને એક ભારત શ્રેષ્ઠ ભારતના સરદાર પટેલના અભિગમને સાકાર કરવા તરફ રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવ્યો હતો આ દોડ મહેસાણા થી પસાર થતા નેશનલ હાઇવે પર યોજાઈ હતી જે મોઢેરા ચાર રસ્તા પર આવેલ સરદાર પટેલની પ્રતિમાને ફૂલ હાર અર્પણ કરી દેશ મૅના તેમના બલિદાન અને સમર્પણને યાદ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે નીતિન પટેલે કાશ્મીરને ભારતમાં સમપૂર્ણ પણે જોડી વડાપ્રધાને સરદારના સ્વપ્નને સાકાર કરી બતાવ્યું છે તે બદલ આભાર વ્યક્ત કરતા દેશના સૌ કોઈ નાગરિકો ભારતની એકતા અને અખંડતાને આગળ ધપાવે તેવી આશા અને વિશ્વસ વ્યક્ત કર્યો હતો...

Conclusion:
બાઈટ 01 : નીતિન પટેલ , DYCM

રોનક પંચાલ , ઇટીવી ભારત , મહેસાણા

ABOUT THE AUTHOR

...view details