ગુજરાત

gujarat

દશામાંના વ્રતને કોરોનાનું ગ્રહણ, મોંઘી મૂર્તિઓ લેવા ગ્રાહકો મજબૂર

By

Published : Jul 19, 2020, 4:08 PM IST

સોમવારથી દશામાના દશ દિવસના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. જોકે આ વ્રત કરનારી મહિલાઓ આ વખતે કોરોના વાઇરસની મહામારી સમયે માતાજીની મનપસંદ મૂર્તિઓ મેળવી શકી નથી. હાલ કોરોના મહામારીના કારણે મૂર્તિઓનું ઉત્પાદન ન થતા જૂની મૂર્તિઓ મોંઘા ભાવે પણ ખરીદવા ગ્રાહકો મજબૂર બન્યા છે.

Dashama vows
દશામાંના વ્રતને કોરોનાનું ગ્રહણ.!, મોંઘી મૂર્તિઓ લેવા ગ્રાહકો મજબુર

દશામાંના વ્રતને કોરોનાનું ગ્રહણ.!

  • 300 રૂપિયાની મૂર્તિ વેચાય છે 1200 રૂપિયામાં
  • પરપ્રાંતિય મજૂરો નહીં હોવાને કારણે બજારમાં માલની અછત
  • જૂની મૂર્તિઓ પસંદ ના હોવા છતાં મોંઘા ભાવે મૂર્તિ ખરીદવા ગ્રાહકો મજબૂર

મહેસાણાઃ સોમવારથી દશામાના દશ દિવસના વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે. જોકે આ વ્રત કરનારી મહિલાઓ આ વખતે કોરોના વાઇરસની મહામારી સમયે માતાજીની મનપસંદ મૂર્તિઓ મેળવી શકી નથી. હાલ કોરોના મહામારીના કારણે મૂર્તિઓનું ઉત્પાદન ન થતા જૂની મૂર્તિઓ મોંઘા ભાવે પણ ખરીદવા ગ્રાહકો મજબુર બન્યા છે.

દશામાંના વ્રતને કોરોનાનું ગ્રહણ.!, મોંઘી મૂર્તિઓ લેવા ગ્રાહકો મજબુર

મહેસાણા જિલ્લામાં દરેક તહેવારની ઉજવણી ધામધૂમ પૂર્વક થતી હોય છે. દેવી દેવતાઓના વ્રત પણ ખૂબ શ્રદ્ધા પૂર્વક કરવામાં આવતા હોય છે, ત્યારે હાલ દશામાંના વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. જોકે બજારોમાં માતાજીની મૂર્તિઓને લઈ ભારે અસમંજસ જોવા મળી રહી છે. માતાજીની મૂર્તિના ભાવ મોંઘા થયા છે. માતાજીની 300 રૂપિયાની મૂર્તિ 1200 રૂપિયામાં વેચાઈ રહી છે.

દશામાંના વ્રતને કોરોનાનું ગ્રહણ.!, મોંઘી મૂર્તિઓ લેવા ગ્રાહકો મજબુર

દર વર્ષે વેપારીઓ પણ સીઝનમાં 700 થી 1500 મૂર્તિઓનું વેચાણ કરતા હતા, તેની સામે હાલ માત્ર 25 થી 50 મૂર્તિ લઈ વેપાર માટે બજારમાં બેઠા છે, તો મૂર્તિઓની ખરીદી માટે આવતા ગ્રાહકો ગતવર્ષનો પડી રહેલો મૂર્તિઓનો સામાન જોઈ નાખુશ જોવા મળ્યા હતા.

દશામાંના વ્રતને કોરોનાનું ગ્રહણ.!, મોંઘી મૂર્તિઓ લેવા ગ્રાહકો મજબુર

ચાલુ વર્ષે દશામાના વ્રતની વાસ્તવિક સ્થિતિ જોતા કોરોના કહેર વચ્ચે પરપ્રાંતીય મજૂરો ન હોવાથી મૂર્તિઓનું ઉત્પાદન નથી થયું. જેથી ગત સિઝનનો મૂર્તિઓનો સમાન ગ્રાહકોને ના પસંદ હોવા છતાં રેગ્યુલર ભાવથી ચાર ગણી મોંઘી મૂર્તિ લેવા ગ્રાહકો મજબુર બન્યા છે. ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ માટે મહિલાઓ દ્વારા કરાતા દશામાંના વ્રતની ઉજવણી આ વખતે કેટલી મોંઘી અને કેવી રહે છે તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details