ગુજરાત

gujarat

'અમે મરવા જઈએ છીએ, આ રહી કેનાલ' મહેસાણામાં પ્રેમી-પંખીડાનો આપધાત

By

Published : Feb 12, 2020, 11:26 AM IST

મહેસાણા સુજલામ સુફલામ કેનાલમાં પ્રેમી પંખીડાનો આપઘાત લગ્ન શક્ય ન હોઈ કેનાલમાં પડતું મૂક્યું હતું. આપઘાત પહેલા 19 સેકન્ડનો મોબાઈલ વીડિયો બનાવ્યો વીડિયોમાં લગ્ન નહિ કરાવતા હોઈ આપઘાત કરવાનો દાવો કર્યો હતો. કેનાલમાં પડેલ મૃતદેહને મહેસાણા પાલિકા ફાયર ટીમે બહાર કાઢી બનેં મૃતદેહોને મહેસાણા સિવિલમાં PM કરાયા બાદ પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

mehsana
મહેસાણા

મહેસાણાઃ શહેરની દૂધસાગર ડેરી નજીક શંકરપુરામાં રહેતા 25 વર્ષીય વિશાલ ઠાકોરને 18 વર્ષીય પૂનમ ઠાકોર સાથે પ્રેમ સંબંધો બંધાયા હતા. જો કે બન્નેના પરિવારો દ્વારા તેમના લગ્ન કરાવાતા ન હોઈ અંતે બન્નેએ પરવારમાં આંધળા બની કેનાલમાં પડતું મૂક્યું હતું. કેનાલમાં પડતા પહેલા બન્નેએ મોબાઈલમાં 19 સેકન્ડનો વીડિયો બનાવી પોતે પરિવારો પર જાણે કે નારાજગી જતાવતા હોય તે પ્રમાણે "અમે મરવા જઈએ છીએ આ કેનાલ રહી" કહી બન્ને એક બીજાના શરીર દુપટ્ટાથી બાંધી કેનાલમાં પડી મોતને વ્હાલું કર્યું છે.

મહેસાણાના દેલા ગામની કેનાલમાં પડી પ્રેમી પંખીડાએ જીવન ટૂંકાવ્યું

વિશાલે આપઘાત પહેલા જ્યાં નોકરી કરે છે તે શેઠને તેમની ગાડી કેનાલ પાસે પડી છે લઈ જજો તેવો કોલ કરતા પરિવાર પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. બાદમાં મહેસાણા પાલિકાની ફાયર ટીમની મદદથી બન્નેના મૃતદેહો બહાર કાઢી પીએમ કરાવ્યું હતું બન્ને પ્રેમી પંખીડાના મોત મામલે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમ્ર પ્રેમના અનેક કિસ્સાઓ રાજા રજવાડાઓથી જોવા મળ્યા છે, ત્યારે સાચા પ્રેમની પરિભાષામાં પ્રેમ આંધળો હોય છે તે વાતને સમર્થન આપતો કિસ્સો મહેસાણાના આ બે પ્રેમી પંખીડાઓના આપઘાત પરથી ફલિત થઈ રહ્યો છે, જોકે આ પ્રકારની ઘટનાએ કાયદામાં ગુનાહિત ઘટના ગણાય છે ત્યારે પ્રેમમાં પાગલ બની આપઘાત કરવો એજ માત્ર શરતો નથી હોતો જીવન જીવીને પણ પ્રેમને પામી શકાતું હોય છે.


ABOUT THE AUTHOR

...view details