ગુજરાત

gujarat

વિસનગરના કડા ગામે તળાવના વહેણમાં ન્હાવા પડેલા યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત

By

Published : Jun 7, 2021, 11:00 AM IST

મહેસાણા જિલ્લામાં વિસનગર તાલુકાના કડા ગામે રહેતા એક યુવકનું તળાવમાં ડૂબી જવાતી મોત થયું છે. ધોબી પરિવારનો હેમલ નામનો 22 વર્ષીય યુવક પણ તળાવમાં ન્હાવા પડતા વહેણમાં પાણી વધુ ભરાયું હોવાથી અચાનક ડૂબવા લાગ્યો હતો. વિસનગર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

ન્હાવા પડેલા યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત
ન્હાવા પડેલા યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત

  • વિસનગરના કડા ગામે તળાવમાં ન્હાવા પડેલા 22 વર્ષીય યુવકનું મોત
  • ગામની સીમમાં આવેલા તળાવમાં ડૂબી જતા યુવકનું મોત
  • વિસનગર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી આવી

મહેસાણા :વિસનગર તાલુકાના કડા ગામે રહેતા એક માત્ર ધોબી પરિવારના કુળનો દિપક આજે ઓલવાઇ ગયો છે. કડા ગામે સિમ વિસ્તારમાં આવેલ તળાવમાં તહેત્રમાં નર્મદાનું પાણી છોડવામાં આવ્યું છે. જે તળાવના વહેણમાં ગામના યુવાનો, બાળકો ન્હાવા જતા હોય છે. તેવામાં આ ધોબી પરિવારનો હેમલ નામનો 22 વર્ષીય યુવક પણ આ જગ્યા પર પહોંચી તળાવમાં ન્હાવા પડતા વહેણમાં પાણી વધુ ભરાયું હોવાથી અચાનક ડૂબવા લાગેલા ત્યાં યુવક તળાવમાં ડબ્યો હોવાનું જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા.

ન્હાવા પડેલા યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત

આ પણ વાંચો : ગોંડલના વોરા કોટડા ગામે નદીના પાણીમાં ડૂબી જવાથી યુવાનનું મોત

રેસ્ક્યુ ટીમ ઊંડા તળાવમાં શોધખોળ કરીને યુવકને બહાર કાઢ્યો

ભુમાફિયાના ખનીજ ચોરીના કારણે આ ગામનું તળાવ ખૂબ વિશાળ તળાવ બન્યું છે. તળાવમાં યુવક ખૂબ અંદર સુધી ધસી જઈ ડૂબી ગયો હતો. જોકે, બનાવ અંગે વિસનગર પાલિકાની રેસ્ક્યુ ટીમ અને રાલુક પોલીસને જાણ કરવામાં આવતા રેસ્ક્યુ ટીમ ઊંડા તળાવમાં શોધખોળ કરીને ભારે જહેમત પછી બચાવ કામગીરી કરીને યુવકને બહાર કાઢવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ઘેડ વિસ્તારના પાણીમાં ન્હાવા પડેલા કડછના યુવાનનું ડૂબી જવાથી મોત

યુવક પાણીમાં લાંબો સમય ડૂબી રહેતા મોત થયુ

બહાર કઢવામાં આવેલ યુવક પાણીમાં લાંબો સમય ડૂબી રહેતા મોત થયુ હતું. ઘટનાનેે પગલે વિસનગર તાલુકા પોલીસે સ્થળ પર જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનામાં તાલુકાના મોટા એવા કડા ગામે એક માત્ર ધોબી પરિવાર રહેતો હતો અને તે પરિવારનો જુવાનજોધ 22 વર્ષીય દીકરો તળાવમાં ડૂબી જતા કમોતે કાળનો કોળિયો બનતા ગામ આખુંય ઘેરા શોકમાં મુકાયું છે.

ABOUT THE AUTHOR

...view details