ગુજરાત

gujarat

મહેસાણામાંથી હથિયાર સાથે ધાડપાડુ ગેંગ ઝડપાઇ, 5 લાખનો મુદ્દામાલ જપ્ત

By

Published : Apr 18, 2021, 8:16 PM IST

મહેસાણમાંથી ધાડપાડુ ગેંગ ઝડપાઇ છે જેમની પાસેથી ઘાતકી હથિયાર અને બે કાર મળી આવી છે. આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે.

મહેસાણામાંથી હથિયાર સાથે ધાડપાડુ ગેંગ ઝડપાઇ
મહેસાણામાંથી હથિયાર સાથે ધાડપાડુ ગેંગ ઝડપાઇ

  • મહેસાણામાંથી ધાડપાડુ ગેંગ ઝડપાઇ
  • ઘાતકી હથિયાર અને બે કાર મળી 5 લાખનો મુદ્દામાલ જપ્ત
  • 8 પૈકી 3 આરોપીઓ ધરાવે છે ગુનાહિત ઇતિહાસ

મહેસાણા : તાલુકા પોલીસ મથક વિસ્તારમાં બાતમી મળતા પોલીસે મહેસાણા બાયપાસ પર વોચ ગોઠવી હતી. રસ્તા પરથી પસાર થતી બે કાર શંકાસ્પદ લાગતા કોર્ડન કરી રોકી તેમાં તપાસ કરતા 8 જેટલા લોકો ધારીયા, તલવાર, દેશી બનાવટની બંદૂક અને છરા સહિતના હથિયારો સાથે મળી આવ્યા હતા. આ આરોપીઓ પાસેથી પોલીસે હથિયારો સાથે 5 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો અને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો:સુરત SOGએ લૂંટ ચલાવનારા ચાર આરોપીઓને ઝડપી પાડ્યા

આરોપીઓ રેકી કરી પેટ્રોલ પંપ જેવા સ્થળોએ પાડતા હતા ધાડ

આરોપીઓ મહેસાણા સહિત રાજ્યમાં રેકી કરી ચોરી અને લૂંટ કરવાના ઇરાદે હથિયારો સાથે ધાડ પાડી ગુનાહિત કૃત્ય આચરતા હતા. આ આરોપીઓમાંથી એક આરોપી અપહરણ, મારામારી અને પ્રોહીબિશન સહિતના 30 ગુનામાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત 3 વાર પાસા થયેલ હોવાનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અન્ય કેટલાક આરોપીઓએ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પોલીસે તમામ આરોપીઓને ઝડપીને કોરોના રિપોર્ટ કરવાની આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ આરોપીમાંથી એક કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે.

વધુ વાંચો:રાજકોટના રેલનગર વિસ્તારમાં 6 લોકો દ્વારા એકની લૂંટની કરાઈ

ABOUT THE AUTHOR

...view details