ગુજરાત

gujarat

મહીસાગરમાં રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત “યલ્લો લાઈન કેમ્પેઈન”નો પ્રારંભ

By

Published : Nov 29, 2019, 10:36 PM IST

મહીસાગર: ભારત દેશમાં આજે 120 મિલિયન લોકો તમાકુનું સેવન કરે છે, તેમાંથી 10 મિલિયન લોકો દર વર્ષે મુત્યુ પામે છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2003માં તમાકુથી થતી બીમારીઓ અને તેને રોકવા માટેનો COTPA Act કાયદો બનાવવામાં આવ્યો છે. રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત મહીસાગર જિલ્લામાં વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ-લુણાવાડા અને આરોગ્ય વિભાગ, જિલ્લા પંચાયત મહીસાગર અને ફેઈથ ફાઉન્ડેશન વડોદરાના સયુક્ત ઉપક્રમે  “યલ્લો લાઈન કેમ્પેઈન” પ્રારંભ કરવામાં આવ્યો હતો.

Yellow Line Campaign
રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ

આ અભિયાનમાં COTPA ACT 2003 સેક્શન 6 (B) મુજબ “કોઈપણ શૈક્ષણિક સંસ્થાની આસપાસ 100 વાર ત્રિજ્યામાં તમાકુના અથવા તમાકુની બનાવટોના વેચાણ પર પ્રતિબંધ”, આ કાયદાને સખત અમલીકરણ કરવા માટે શૈક્ષણિક સંસ્થાની 100 વાર ત્રિજ્યાએ “યલ્લો લાઇન” દોરી “તમાકુ મુક્ત સંસ્થાન” ચિન્હ બનાવવામાં આવ્યું હતું.

આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીએ વ્યસન મુક્તિ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત રાજ્યમાં મહીસાગર જિલ્લો “યલ્લો લાઈન કેમ્પેઈન” અંતર્ગત 27મો જિલ્લો બન્યો છે. આ “યલ્લો લાઈન કેમ્પેઈન” માં તમાકુના વપરાશની આડઅસરો અને COTPA ACT 2003ની જોગવાયો અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. અને તમાકુ મુક્ત શાળા, ઘર, ગામ, જિલ્લો, તથા રાજ્યને બનાવવા શપથ લેવડાવવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details