ગુજરાત

gujarat

બાલાસિનોરના સામુહિક આરોગ્ય કેન્દ્ર અને મામલતદાર કચેરીમાં વૃક્ષારોપણ કરાયું

By

Published : Jul 10, 2020, 7:14 PM IST

બાલાસિનોરમાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં (CHC) બાલાસિનોર લાયન્સ કલબ દ્વારા વન વિભાગના સહયોગથી 25 છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

બાલાસિનોરના સામુહિક આરોગ્ય કેન્દ્ર અને મામલતદાર કચેરીમાં વૃક્ષારોપણ કરાયું
બાલાસિનોરના સામુહિક આરોગ્ય કેન્દ્ર અને મામલતદાર કચેરીમાં વૃક્ષારોપણ કરાયું

ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું અનેરૂ મહત્વ

  • આરોગ્ય કેન્દ્ર અને મામલતદાર કચેરીમાં વૃક્ષારોપણ કરાયું
  • લાયન્સ કલબ દ્વારા વન વિભાગના સહયોગથી 25 છોડનું વૃક્ષારોપણ
  • ડોક્ટર્સ અને કર્મચારીઓ હાજર રહ્યાં

મહીસાગરઃ ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું અનેરૂ મહત્વ છે. વૃક્ષોમાં દેવોનો વાસ છે. પર્યાવરણમાં સંતુલન જાળવણી માટે જિલ્લામાં વિવિધ સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ હાથ ધરવામાં આવી રહ્યું છે. જિલ્લામાં વૃક્ષો-વનથી ગ્લોબલ વોર્મિગના અને ક્લાયમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા વૃક્ષો વાવવા જોઇએ અને કુદરતી સંશાધનોનો વિનિયોગ કરીને તથા વૃક્ષાચ્છાદિત વિસ્‍તાર વધારીને પર્યાવરણના જતનની નેમ સાથે બાલાસિનોરમાં આવેલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં(CHC) બાલાસિનોર લાયન્સ કલબ દ્વારા વન વિભાગના સહયોગથી 25 છોડનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

વન વિભાગના સહયોગથી લાયન્સ કલબ દ્વારા લાયન્સ સભ્યોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડોક્ટર્સ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details