ગુજરાત

gujarat

રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધામાં વિરપુરના વિદ્યાર્થીએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો

By

Published : Feb 16, 2021, 1:49 PM IST

ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશને યોજેલી ચેસ સ્પર્ધામાં મહીસાગરના વિરપુરનો હર્ષ રાજ્ય કક્ષાની ચેસમાં પ્રથમ આવતા સ્કૂલના આચાર્ય તેમજ મંત્રીએ હર્ષને અભિનંદન પાઠવ્યા હતા.

હર્ષ વાળંદ
હર્ષ વાળંદ

  • ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશને ચેસ સ્પર્ધા યોજી
  • હર્ષ વાળંદ પ્રથમ નંબરથી વિજેતા જાહેર
  • સ્કૂલના આચાર્ય તેમજ મંત્રીએ હર્ષને અભિનંદન પાઠવ્યા

મહીસાગર: જિલ્લાના વીરપુર તાલુકામાં આવેલા સી.એમ.દેસાઈ હાઇસ્કૂલમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા હર્ષ વાળંદે ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશને અમદાવાદમાં યોજેલી રાજ્ય કક્ષાની ચેસ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ ચેસ સ્પર્ધામાં ગુજરાતના 32 જિલ્લાની તમામ અલગ-અલગ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી ચેસ સ્પર્ધામાં મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના સી.એમ.દેસાઈ હાઇસ્કૂલના હર્ષ વાળંદ રાજ્યમાં પ્રથમ નંબરથી વિજેતા જાહેર થયો હતો.

ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશને ચેસ સ્પર્ધા યોજી

આચાર્ય તેમજ મંત્રીએ અભિનંદન આપ્યા

રાજ્યમાં પ્રથમ નંબર મેળવી હર્ષ વાળંદે સ્કૂલ તેમજ જિલ્લાનું ગૌરવ વધારવા બદલ સી.એમ.દેસાઈ હાઇસ્કૂલના આચાર્ય કે.બી.પટેલ તેમજ મંત્રી દિલીપ શુક્લાએ અભિનંદન પાઠવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details