ગુજરાત

gujarat

લુણાવાડામાં સાંસદની ગ્રાન્ટ ફાળવણી બાદ ઓક્સિજન પ્લાન્ટ શરૂ થશે

By

Published : May 4, 2021, 11:03 PM IST

મહીસાગરમાં ઓક્સિજનની જરૂરિયાત ઉભી થઈ છે. જેને લઈને સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા ઓક્સિજન જનરેટ પ્લાન્ટ માટે તાત્કાલિક ગ્રાન્ટ ફાળવણી કરી હતી, ત્યારે આજે મંગળવારે લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ માટે મશીનરી આવી પહોંચી હતી.

Lunawada General Hospital
Lunawada General Hospital

  • સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા ઓક્સિજન જનરેટ પ્લાન્ટ માટે તાત્કાલિક ગ્રાન્ટની ફાળવણી
  • બેથી ત્રણ દિવસના ટૂંકાગાળામાં આ પ્લાન્ટ કાર્યરત
  • હાલમાં પ્રતિદિન 30થી 35 જમ્બો ઓક્સિજન સિલિન્ડરનો વપરાશ

મહીસાગર: કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની વ્યાપક જરૂરિયાત ઊભી થઈ છે. મહીસાગર જિલ્લામાં ઓક્સિજનની માગને પહોંચી વળવા સાંસદ રતનસિંહ રાઠોડ દ્વારા ઓક્સિજન જનરેટ પ્લાન્ટ માટે તાત્કાલિક ગ્રાન્ટ ફાળવણી કરતાં જિલ્લા મથક લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ માટે મશીનરી આવી પહોંચી હતી.

લુણાવાડામાં ઓક્સિજન જનરેટ પ્લાન્ટ માટે ગ્રાન્ટ ફાળવણી થતાં ઓક્સિજન પ્લાન્ટ શરૂ થશે

આ પણા વાંચો : ભાવનગરના મેયર અને બે નગરસેવકોએ કન્સેટ્રેટર માટે ફાળવી ગ્રાન્ટ

પ્રતિમીનીટ 140 લિટરની સ્પીડથી પ્રતિદિન 30 જેટલા જમ્બો ઓક્સિજન સિલિન્ડરનું ઉત્પાદન મળશે

અધિક જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ તેમની ટીમ દ્વારા ભારે જહેમત સાથે મશીનરીના ઈન્સ્ટોલેશનની કામગીરી હાથ ધરી હતી. જિલ્લા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરતાં બેથી ત્રણ દિવસના ટૂંકાગાળામાં આ પ્લાન્ટ કાર્યરત થવા જઇ રહ્યો છે. આ પ્લાન્ટમાં હવા મારફતે ઓક્સિજન બનાવવાનું શરૂ થશે. તેમજ પ્રતિ મીનીટ 140 લિટરની સ્પીડથી પ્રતિદિન 30 જેટલા જમ્બો ઓક્સિજન સિલિન્ડરનું ઉત્પાદન મળશે.

ઓક્સિજન પ્લાન્ટ

આ પણા વાંચો : આરોગ્‍ય સુવિધા માટે કોંગી ધારાસભ્‍ય અને જિ.પં.ના મહિલા સદસ્યએ 28.50 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી

હાલમાં પ્રતિદિન 30થી 35 જમ્બો ઓક્સિજન સિલિન્ડરનો થઈ રહ્યો છે વપરાશ

લુણાવાડા ખાતે જનરલ હોસ્પિટલમાં હાલમાં પ્રતિદિન 30થી 35 જમ્બો ઓક્સિજન સિલિન્ડરનો વપરાશ થઈ રહ્યો છે, ત્યારે બહારના સપ્લાય પર નિર્ભરતા ઘટશે અને દર્દીઓને સમયસર અને નિયમિત ઓક્સિજન મળતો થશે. જેથી ક્રિટીકલ કંડીશનના દર્દીઓને ઝડપથી સાજા કરવામાં મદદ મળશે.

ABOUT THE AUTHOR

...view details